Shankarsinh Vaghela Congress: શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો રોડમેપ તૈયાર થઈ રહ્યો હોવાની ચર્ચા, 86 વર્ષના વાઘેલા ફરી કોંગ્રેસમાં પરત ફરી શકે તેવી અટકળો

Arati Parmar
4 Min Read

Shankarsinh Vaghela Congress: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હજુ સમય છે પરંતુ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીની અટકળોએ રાજકારણમાં હલચલ પેદા કરી છે. ચર્ચા છે કે શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો રોડમેપ તૈયાર થઈ રહ્યો છે, ત્યારબાદ 86 વર્ષના વાઘેલા ફરીથી કોંગ્રેસમાં પરત ફરી શકે છે. શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણના એકમાત્ર એવા વ્યક્તિ છે જે એક નહીં પરંતુ ચાર પક્ષોમાં રહ્યા છે. તેઓ 16 વર્ષ BJP અને જનસંઘમાં રહ્યા. ત્યારબાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં લગભગ બે વર્ષ રહ્યા. વાઘેલા કોંગ્રેસમાં 19 વર્ષ રહ્યા પરંતુ તેમણે 2017માં ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડી દીધી હતી. શંકરસિંહ વાઘેલા વિશે કહેવામાં આવે છે કે તેઓ એક સમયે વર્તમાન PM નરેન્દ્ર મોદીને બુલેટ પર ફેરવતા હતા.

સુરજેવાલા સાથે બેઠકની ચર્ચા

કોંગ્રેસ અને BJPમાં રહેવા ઉપરાંત શંકરસિંહ વાઘેલા જન વિકલ્પ મોરચામાં બે વર્ષ અને 1 વર્ષ NCPમાં પણ રહ્યા. ત્યારબાદ તેમણે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી. હવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ કોંગ્રેસમાં વાપસી કરશે. શંકરસિંહ વાઘેલા 2022માં કોંગ્રેસમાં આવવા માંગતા હતા ત્યારે હાઈકમાન્ડ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યો નહોતો, જોકે તેમના પુત્ર કોંગ્રેસની ટિકિટ પર બાયડથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ હારી ગયા હતા. હવે ગુજરાતની કમાન રણદીપ સુરજેવાલાના હાથમાં આવ્યા બાદ ચર્ચા છે કે પૂર્વ CM વાઘેલાની નવા પ્રભારી સાથે એક બેઠક થઈ છે. સૂત્રોનું કહેવું છે કે હજુ કોઈ નિર્ણય થયો નથી. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી થશે.

- Advertisement -

બાપુની એન્ટ્રી પર શું બોલ્યા અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પણ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવાની અટકળોને નકારી નથી. ત્યારબાદ ચર્ચા થઈ રહી છે કે આખરે બાપુ કોંગ્રેસમાં શા માટે પરત ફરવા માંગે છે. શંકરસિંહ વાઘેલા એવા નેતાઓમાં સામેલ છે જેમણે ગુજરાતના 18000 હજાર ગામોમાં ફરીને BJPને મજબૂત કરી હતી. ત્યારબાદ 1995માં પ્રથમ વખત BJPએ 121 બેઠકો સાથે પૂર્ણ બહુમતીની સરકાર બનાવી હતી. ત્યારે તેનો શ્રેય ત્રણ લોકોને આપવામાં આવ્યો હતો. તેમાં શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીનું નામ સામેલ હતું.

શંકરસિંહ વાઘેલા ક્યારે અને કેવી રીતે કોંગ્રેસમાં આવ્યા હતા?

  • 1998: સોનિયા ગાંધી અને તે સમયના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ માધવરાવ સિંધિયાની હાજરીમાં શંકરસિંહ વાઘેલા 1998માં અમદાવાદમાં કોંગ્રેસમાં સામેલ થયા હતા.
  • 1 જુલાઈ 1999: તેમની રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJP)એ કોંગ્રેસમાં મર્જ થવાનો નિર્ણય કર્યો.
  • 1999-2004: કોંગ્રેસની ટિકિટ પર કપડવંજથી 13મી લોકસભા માટે ચૂંટાયા.
  • 2002-2004: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બન્યા. ગોધરા રમખાણો બાદ એક મુશ્કેલ અને કપરા સમયમાં પાર્ટીનું નેતૃત્વ કર્યું.
  • 2004-2009: કોંગ્રેસની ટિકિટ પર કપડવંજથી 14મી લોકસભા માટે ફરી ચૂંટાયા.
  • 2004-2009: પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નેતૃત્વવાળી UPA-I સરકારમાં ટેક્સટાઇલ માટે કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે કામ કર્યું. 24 મે 2004ના રોજ કાર્યભાર સંભાળ્યો.
  • 2009: કોંગ્રેસની ટિકિટ પર પંચમહાલથી ચૂંટણી લડી. ખૂબ ઓછા અંતરથી હારી ગયા.
  • 2012: ગુજરાત કોંગ્રેસ ઇલેક્શન કેમ્પેઇન કમિટીના ચેરમેન બન્યા.
  • 13 જૂન 2012: ઇન્ડિયા ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન બન્યા. 2012-2017: કોંગ્રેસની ટિકિટ પર કપડવંજથી ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી માટે ચૂંટાયા.
  • 23 જાન્યુઆરી 2013-21 જુલાઈ 2017: ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીમાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત થયા. લોકોના અવાજ તરીકે મજબૂત અને સતત ભૂમિકા ભજવી.
  • 2014: કોંગ્રેસની ટિકિટ પર સાબરકાંઠાથી ચૂંટણી લડી. ચૂંટણી હારી ગયા.
  • 21 જુલાઈ 2017: શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર કોઈ આરોપ વિના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું.
- Advertisement -
Share This Article