Mahakal Ujjain: શ્રાવણમાં મહાકાલની નગરીમાં એવી 7 વાતો છે… જે તમે પહેલી વાર સાંભળશો તો કદાચ કહેશો — “આટલું બધું મને ખબર જ નહોતું!” 

Arati Parmar
4 Min Read

Mahakal Ujjain: શ્રાવણમાં મહાકાલની નગરીમાં એવી 7 વાતો છે… જે તમે પહેલી વાર સાંભળશો તો કદાચ કહેશો — “આટલું બધું મને ખબર જ નહોતું!” 

Mahakal Ujjain: શ્રાવણ ચાલી રહ્યો હોય અને વાત ઉજ્જૈનના મહાકાલની ન થાય… એવું બની શકે?

- Advertisement -

પણ આજે “જય મહાકાલ” કહેવું જ પૂરતું નથી.આ પવિત્ર અને તેમાં પણ શિવજીની ની આરાધના કરવાના આ મહિનામાં મહાકાલેશ્વર બાબા કેટલીક તેવી ની વાતો કે જે તમને આશ્ચર્ય પમાડશે.

આજે જાણો મહાકાલેશ્વર સાથે જોડાયેલી એવી ધાર્મિક માન્યતાઓ અને અનોખી પરંપરાઓ, જે ખરેખર ચોંકાવનારી છે. 👇

- Advertisement -

1️⃣ 12 જ્યોતિર્લિંગોમાં મહાકાલ દક્ષિણમુખી છે!

ઉજ્જૈનના મહાકાલેશ્વરને દક્ષિણમુખી માનવામાં આવે છે અને જિલ્લા પ્રશાસનની માહિતી મુજબ 12 જ્યોતિર્લિંગોમાં આ એક અનોખી વિશેષતા છે.

- Advertisement -

આ કારણે મહાકાલની ઉપાસનાને તાંત્રિક પરંપરામાં પણ વિશેષ સ્થાન મળ્યું છે. 🔱

2️⃣ અહીં રોજ સવારે 4 વાગ્યે ભસ્મ આરતી થાય છે! 😳

મહાકાલની સૌથી પ્રસિદ્ધ પરંપરાઓમાંની એક — ભસ્મ આરતી.

ઉજ્જૈન જિલ્લા પ્રશાસન મુજબ મહાકાલ મંદિરમાં દરરોજ સવારે આશરે 4 વાગ્યે આ આરતી થાય છે.

શિવના “મહાકાલ” સ્વરૂપ સાથે જોડાયેલી આ પરંપરા મૃત્યુ અને જીવનની ક્ષણભંગુરતાની યાદ અપાવે છે.

3️⃣ શ્રાવણના દરેક સોમવારે મહાકાલ પોતે શહેરમાં “સવારી” કરે છે! 🚩

શ્રાવણ શરૂ થાય એટલે ઉજ્જૈનમાં દર સોમવારે બાબા મહાકાલની સવારી નીકળે છે.

અર્થાત્ ભક્તો માત્ર મંદિરે નથી જતા…

માન્યતા મુજબ રાજા મહાકાલ પોતે પ્રજાના દર્શન માટે નગરમાં નીકળે છે.

અને શ્રાવણ-ભાદર માં આ પરંપરા આગળ વધે છે, જેમાં અંતિમ સવારીને શાહી સવારી તરીકે વિશેષ મહત્ત્વ મળે છે.

વધુમાં મહાકાલ “સ્વયંભૂ” માનવામાં આવે છે.

જિલ્લા પ્રશાસનની માહિતી પ્રમાણે મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ સ્વયંભૂ, એટલે કે સ્વયં પ્રગટ થયેલું માનવામાં આવે છે.

આ માન્યતા મહાકાલને અન્ય સ્થાપિત શિવલિંગોથી અલગ આધ્યાત્મિક ઓળખ આપે છે. 🙏

5️⃣ મંદિરની છત પર છે 100 કિલો ચાંદીનું રુદ્રયંત્ર! 😮

આ વાત ઘણા લોકોને ખબર નથી.

ઉજ્જૈન જિલ્લા પ્રશાસન મુજબ ગર્ભગૃહની અંદરની છત પર આશરે 100 કિલોગ્રામ ચાંદીથી બનેલું રુદ્રયંત્ર છે અને તેની નીચે જ મહાકાલનું જ્યોતિર્લિંગ સ્થિત છે.

વિચાર કરો…

નીચે મહાકાલ અને ઉપર રુદ્રયંત્ર — આ ગોઠવણી પાછળની ધાર્મિક કલ્પના કેટલી ઊંડી હશે!

6️⃣ ત્રીજા માળે રહેલા નાગચંદ્રેશ્વરના દર્શન આખું વર્ષ નથી થતા! 🐍

મંદિરના ત્રીજા માળે નાગચંદ્રેશ્વરની પ્રતિમા છે.

પણ અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે સામાન્ય રીતે તેના દર્શન માટે દરવાજો ખુલ્લો રહેતો નથી; નાગપંચમીના દિવસે જ દર્શન માટે ખોલવામાં આવે છે.

7️⃣ અને સૌથી રસપ્રદ વાત — ઉજ્જૈનને “મહાકાલની નગરી” જ કેમ કહેવાય છે?

પ્રાચીન પરંપરામાં મહાકાલને કાળના પણ કાળ તરીકે જોવામાં આવ્યા છે.

ઉજ્જૈનના સરકારી વર્ણનમાં પણ મહાકાલને સમયના અધિષ્ઠાતા દેવ અને ઉજ્જૈનના વિશિષ્ટ આરાધ્ય દેવ તરીકે વર્ણવવામાં આવ્યા છે.
એટલે કદાચ મહાકાલની ભક્તિનો સૌથી ઊંડો સંદેશ આ જ છે—

“સમય બધાને બદલે છે…
પણ સમયથી પર જે છે, તેને મહાકાલ કહેવાય.” 🔱

શ્રાવણમાં જો મહાકાલ જવાના હો તો માત્ર દર્શન કરીને પાછા ન આવશો…

આ પરંપરાઓ પાછળનો ઇતિહાસ પણ સમજજો.

કારણ કે ઉજ્જૈન માત્ર એક શહેર નથી…

આ એક એવી નગરી છે જ્યાં ધર્મ, કાળ, જ્યોતિષ, તંત્ર અને હજારો વર્ષોની પરંપરાઓ એકબીજા સાથે જોડાયેલી જોવા મળે છે. 🚩

હર હર મહાદેવ 🔱
જય શ્રી મહાકાલ 🚩

Share This Article