Raksha Bandhan 2025: રક્ષાબંધન પર આ વર્ષે વણજોયું મુહૂર્ત, રાખી બાંધવા શ્રેષ્ઠ સમય જાણો

Arati Parmar
1 Min Read

Raksha Bandhan 2025: શ્રાવણ સુદ પૂનમ (નવમી ઓગસ્ટ, 2025)ના દિવસે એટલે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે. આ વર્ષે પૂનમ તિથિ બપોરે 1: 24 વાગ્યા સુધી છે અને આ દિવસે રાખડી બાંધવા માટે કોઈ પણ પ્રકારનું ‘વિષ્ટિ બાધ્ય’ નથી, જે એક શુભ સંકેત છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનને વ્યક્ત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.

જ્યોતિષીઓના જણાવ્યાનુસાર, શનિવારે (નવમી ઓગસ્ટ) રાખડી બાંધવા માટેના અનેક શુભ મુહૂર્ત છે, જેથી દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ આ પર્વની ઉજવણી કરી શકે છે.

- Advertisement -

રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્ત

સવારનો સમય: 07:50થી 09:20
બપોરનો સમય: 12:50થી 05:40
સાંજનો સમય: 07:20થી 08:40
રાત્રિનો સમય: 10:05 થી 02:05 (મધ્યરાત્રિ પછી પણ)

- Advertisement -

આ સમય દરમિયાન બહેનો પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને રક્ષાનું પ્રતીક એવી રાખડી બાંધી શકે છે. ભાઈ પણ બહેનની રક્ષાનું વચન આપીને આ પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવશે. આ શુભ મુહૂર્તોનો લાભ લઈને દરેક ભાઈ-બહેન આ તહેવારને આનંદ અને ઉત્સાહથી ઉજવી શકે છે.

 

- Advertisement -
Share This Article