Atal Pension Yojana: રોજના ₹૭ બચાવીને ૬૦ વર્ષ પછી દર મહિને ₹૫,૦૦૦ નું પેન્શન મેળવો!

Arati Parmar
2 Min Read
Atal Pension Yojana:  જો તમે અસંગઠિત ક્ષેત્રમાં નોકરી કરો છો અથવા નોકરી કરતા નથી, તો અટલ પેન્શન યોજના (APY) તમારા માટે એક વિશ્વસનીય નિવૃત્તિ યોજના છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ગેરેન્ટીકૃત પેન્શન પ્રદાન કરે છે. તેનો હેતુ જરૂરિયાતમંદોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે.
અટલ પેન્શન યોજનાને સરકારે 9મે, 2015ના રોજ લોન્ચ કરી હતી. આ યોજનાનું પેન્શન ફંડ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલન કરવામાં આવે છે.
1 ઓક્ટોબર, 2022થી સરકારે નિયમ બદલ્યા છે. હવે કોઈપણ ઈનકમ ટેક્સપેયર્સ નાગરિક નવું APY ખાતુ ન ખોલાવી શકે એટલે કે, આ યોજના હવે માત્ર નોન-ટેક્સપેયર લોકો માટે જ છે.
18થી 40 વર્ષની ઉંમરના લોકો બેંક કે નજીકની પોસ્ટ ઓફિસમાં અટલ પેન્શન યોજનાનું ખાતુ ખોલાવી શકે છે. એક વ્યક્તિ માત્ર એક જ ખાતુ ખોલાવી શકે છે.
પેન્શન તમારા રોકાણની ઉંમર અને રકમ પર નિર્ભર કરે છે. યોજના હેઠળ દર મહિને 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે.
તમે આમાં રોજના 7 રૂપિયા બચાવીને 5,000 રૂપિયા પેન્શન મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરમાં આ યોજના સાથે જોડાય છે, તો તેણે દર મહિને માત્ર 210 રૂપિયા એટલે કે, રોજના 7 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેના બદલે 60 વર્ષની ઉંમર બાદ તેને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મળશે. અટલ પેન્શન યોજનામાં તમે દર મહિને, ત્રણ મહિને કે 6 મહિને યોગદાન કરી શકો છો.
Share This Article