PM Kisan Samman Nidhi Yojana: PM કિસાનનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં આ તારીખે આવશે, જાણો સમગ્ર વિગતો!

Arati Parmar
3 Min Read

PM Kisan Samman Nidhi Yojana : કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે 20માં હપ્તા બાબતે મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. જાણો કે ખેડૂતોને ક્યારે અને કેવી રીતે આ યોજનાના પૈસા મળી શકે છે?

કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના દેશની સૌથી સફળ યોજનાઓમાંની એક ગણાય છે. આ યોજના દ્વારા કરોડો ખેડૂતોને નાણાકીય ફાયદો મળ્યો છે. પીએમ કિસાન યોજનાનો 20મોં હપ્તો જૂન 2025માં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂતોને રૂપિયા 2,000 મળવાની આશા છે.

- Advertisement -

જોકે, હજી સુધી ચોક્કસ તારીખ અંગે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. આ પહેલાં 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ જારી કરવામાં અઆવ્યો હતો. જેમાં 2.4 કરોડ મહિલાઓ સહિત કુલ 9.8 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો.

પીએમ કિસાન માટે અરજી કરવાની પ્રક્રિયા:

- Advertisement -

સ્ટેપ 1: પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઈટ pmkisan.gov.in પર જઈ ‘Farmer Corner’ પર ક્લિક કરો.
સ્ટેપ 2: ‘New Farmer Registration’ પર ક્લિક કરો, ત્યારબાદ તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.
સ્ટેપ 3: જરૂરી માહિતી ભરો અને ‘હાં’ પસંદ કરો.
સ્ટેપ 4: પીએમ કિસાન અરજી ફોર્મ પૂર્ણ કરો, માહિતી સંગ્રહ કરો અને તેનું પ્રિન્ટઆઉટ લો.

કોણ લાભ લઈ શકે નહીં?

- Advertisement -

ડૉક્ટર, ઈજનેર, સીએ જેવા વ્યાવસાયિકો આ યોજના હેઠળ લાભ મેળવી શકતા નથી.
જો કોઈ વરિષ્ઠ નાગરિકને રૂ. 10,000થી વધુ પેન્શન મળે છે અથવા કોઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત છે, તો તેમને પણ આ યોજનાનો લાભ મળતો નથી.

જેમનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક્ડ નથી, તેમને પણ લાભ મળતો નથી.
જો ખેડૂતોએ પીએમ કિસાન માટે જરૂરી e-KYC નહીં કરાવ્યું હોય, તો તેમને આગામી હપ્તો નહીં મળે કારણ કે e-KYC ફરજિયાત છે.

યોજનાનો લાભ

આ યોજના હેઠળ તમામ ભૂમિધારક ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ. 6,000નો નાણાકીય લાભ મળે છે.
આ રકમ ત્રણ હપ્તામાં 2,000 રૂપિયાની ચૂકવણી રૂપે સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ યોજનાનો મુખ્ય હેતુ દેશમાં રહેલા ભૂમિધારક ખેડૂતોને આવકમાં સહાયતા પૂરું પાડવાનો છે જેથી તેઓ ખેતી અને ઘરખર્ચ સરળતાથી ચલાવી શકે.

જે ખેડૂતોના નામે ખેતીલાયક જમીન છે, તેઓ આ યોજના હેઠળ પાત્ર ગણાય છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો ઉપરોક્ત માહિતી સારી રીતે સમજી લો.

Share This Article