Post Office RD Scheme: રિસ્ક ફ્રી રોકાણનો વિકલ્પ: પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ સ્કીમ કેમ વિશ્વાસપાત્ર છે?

Arati Parmar
2 Min Read
Post Office RD Scheme:  જ્યારે રિસ્ક વગર વિશ્વાસપાત્ર રોકાણની વાત આવે છે, તો તેમાં પોસ્ટ ઓફિસ સંબંધિત ઘણી સ્કીમોના નામ દિમાગમાં આવે છે. આમાં એક યોજના છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ. આમાં રોકાણ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર રીતે વધે છે. પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં રોકાણ કરવું બહુ જ સરળ છે. તમે માત્ર 100 રૂપિયાથી ખાતુ ખોલી શકો છો અને દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરી શકો છો. આમાં જમા કરવામાં આવેલી રકમ પર દર ત્રણ મહિનામાં વ્યાજ કમ્પાઉન્ડ થાય છે. સરકાર તરફથી હાલ 6.7 ટકા વાર્ષિક વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે, જે દર ક્વાર્ટર સમીક્ષા બાદ નક્કી થાય છે. એટલે કે, તમારું રોકાણ પૂરી રીતે સુરક્ષિત અને ગેરેન્ટેડ રિટર્નવાળું છે.
20,000 રૂપિયા માસિક રોકાણથી મળશે 14 લાખનું રિટર્ન- જો કોઈ રોકાણકાર દર મહિને 20,000 રૂપિયા જમા કરે છે, તો 5 વર્ષમાં કુલ રોકાણ 12 લાખ રૂપિયા થઈ જશે. તેના પર 6.7 ટકાના હિસાબથી લગભગ 2.27 લાખ રૂપિયા વ્યાજ મળશે. એટલે કે, મેચ્યોરિટી પર કુલ રકમ 14.27 લાખ રૂપિયા થશે. આ યોજના ન માત્ર સ્થિર રિટર્ન આપે છે, પરંતુ બેંક એફડીની તુલનામાં સારું વ્યાજ પ્રદાન કરે છે.
સુરક્ષા, લોન સુવિધા અને ટેક્સ બેનિફિટ- પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં રોકાણકારોને ઘણી વધારાની સુવિધાઓ પણ મળે છે. આ યોજના ભારત સરકાર દ્વારા સમર્થિત છે, એટલા માટે રોકાણનું જોખમ શૂન્ય છે. આ ઉપરાંત, જરૂરત પડવા પર જમા રકમ પર લોનની સુવિધા પણ મળે છે. મેચ્યોરિટી બાદ રોકાણકાર ઈચ્છે તો ખાતુ આગળ વધારી શકે છે અથવા રકમ નીકાળી શકે છે. સાથે જ, આ સ્કીમમાં કરવામાં આવેલા રોકાણ પર ઈનકમ ટેક્સની કલમ 80C હેઠળ ટેક્સ છૂટ પણ મળે છે.
કેમ વિશ્વાસપાત્ર છે આ સ્કીમ?- આજના સમયમાં જ્યારે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં ઉતાર-ચઢાવ રહે છે, ત્યારે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ સ્થિર અને સુરક્ષિત વિકલ્પ બનીને બહાર આવી છે. આ યોજના તે લોકો માટે ખાસ છે, જે નિયમિત બચત કરીને તેમના ભવિષ્યના લક્ષ્યો જેવા કે, બાળકોનું શિક્ષણ, લગ્ન અથવા રિટાયરમેન્ટ માટે સુરક્ષિત ફંડ ભેગુ કરવા માંગે છે.
Share This Article