Secure Your Future with PPF: મ્યુચુઅલ ફંડ અને સ્ટોક માર્કેટમાં નિવેશ કરીને ભવિષ્ય અંગેની તૈયારી કરવી એ વાત બિલકુલ સાચી છે. મ્યુચુઅલ ફંડ અને સ્ટોક માર્કેટમાં નિવેશ કરીએ તો તેમાં રિસ્ક ફેક્ટર એક મહત્ત્વનો ભાગ ભજવે છે. એવામાં સરકારની એક એવી સ્કીમ કે જેમાં રિસ્ક ફેક્ટર ના બરાબર છે અને તમે તે સ્કીમમાં નિશ્ચિત રીતે રોકાણ કરી શકો છો.
નિવૃત્તિ બાદ દરેક વ્યક્તિ જીવનમાં ક્યાંકને ક્યાંક આર્થિક પરિસ્થિતિથી ઝઝૂમતો રહે છે. આ પરિસ્થિતિ ત્યારે જ બને છે જ્યારે આપણે ભવિષ્યની કોઈ સગવડ પહેલાથી ના કરી હોય. જો કે, આ બનાવ કે કપરી પરિસ્થિતિ તમારી સાથે ન બને તેનું ધ્યાન તમારે અત્યારથી જ રાખવું પડશે.
એવામાં જો તમે પણ તમારું ભવિષ્ય સુરક્ષિત અને સલામત કરવા માંગો છો, તો તમારે સરકારની ‘પીપીએફ’ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. જણાવી દઈએ કે, ‘પીપીએફ’નું પુરું નામ ‘પબ્લિક પ્રોવિડન્ટ ફંડ’ છે.
જો તમે ‘પીપીએફ’ સ્કીમમાં રોકાણ કરો છો, તો તમને વર્તમાન સમયમાં 7.1% જેટલું વ્યાજ દર મળે છે. આ યોજનામાં તમે મિનિમમ 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા વર્ષે નિવેશ કરી શકો છો.
‘પીપીએફ’નો મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષનો હોય છે. જો આ મેચ્યોરિટી પિરિયડ પુરો થઈ જાય છે, તો તમે ત્યારબાદ 5-5 વર્ષ સુધી પણ રોકાણ કરી શકો છો. મોટાભાગના લોકો આ સ્કીમમાં રોકાણ કરી રહ્યા છે, એવામાં તમે પણ આ સ્કીમનો લાભ લઈ શકો છો.
ખાસ વાત તો એ કે, આ સ્કીમમાં તમે 10,000 રૂપિયાનું રોકાણ કરીને 32,00,000 જેટલું ફંડ એકઠું કરી શકો છો. સરળ શબ્દોમાં સમજીએ તો, ‘પીપીએફ’ ખાતું ખોલાવ્યા બાદ તમારે દર મહિને 10,000 રૂપિયાનું નિવેશ કરવું પડશે એટલે કે વાર્ષિક 1,20,000 રૂપિયા.
વર્તમાન સમયમાં ‘પીપીએફ’ સ્કીમ પર મળતું વ્યાજ દર 7.1% છે. જો તમે 15 વર્ષ સુધી દર મહિને 10,000 રૂપિયાનું નિવેશ કરો છો, તો મેચ્યોરિટી પિરિયડ વખતે તમારી પાસે 32,54,567 રૂપિયાનું ફંડ હશે. આ ફંડ તમને ભવિષ્યમાં આર્થિક રીતે સધ્ધર બનાવશે.