Pradhan Mantri Awas Yojana: પોતાના ઘરનું સપનું હવે થશે સાકાર, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ મેળવો પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય

Arati Parmar
2 Min Read

Pradhan Mantri Awas Yojana: ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ અને બેઘર પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY-G) એક મોટી રાહત છે. આ કેન્દ્ર સરકારની મુખ્ય યોજના છે, જેનો ઉદ્દેશ્ય ગામડાઓમાં કાચા અથવા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને પાકું ઘર આપવાનો છે. આ યોજના હેઠળ દરેક પાત્ર પરિવારને પાયાની સુવિધાઓ સાથે ઓછામાં ઓછા ૨૫ ચોરસ મીટરનું ઘર આપવામાં આવે છે, જેમાં સ્વચ્છ રસોડાની જગ્યાનો પણ સમાવેશ થાય છે.

સરકાર લાભાર્થીઓની ઓળખ સામાજિક-આર્થિક અને જાતિ ગણતરી (SECC) ના આધારે કરે છે. ત્યારબાદ ગ્રામસભા દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. મંજૂરી મળ્યા પછી પૈસા સીધા લાભાર્થીના આધાર સાથે જોડાયેલા બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતામાં મોકલવામાં આવે છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે છે.

- Advertisement -

આવી રીતે કરો PMAY-G માં અરજી

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ, તો નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરો:

  • સૌથી પહેલા PMAY-G ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને લોગિન કરો.

  • તમારું નામ, મોબાઈલ નંબર, આધાર નંબર અને અન્ય જરૂરી માહિતી ભરો.

  • આધાર ઉપયોગની સંમતિ (Consent) અપલોડ કરો.

  • નામ, PMAY આઈડી અથવા પ્રાધાન્યતાના આધારે લાભાર્થી શોધો.

  • ‘Select to Register’ પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન શરૂ કરો.

  • મકાનની માલિકી, પરિવાર સાથેના સંબંધ અને અન્ય માહિતી ભરો.

  • તમારી બેંક ખાતાની વિગતો દાખલ કરો. જો લોન લેવી હોય તો તેની જાણકારી પણ આપો.

  • મનરેગા જોબ કાર્ડ નંબર અને સ્વચ્છ ભારત મિશન (SBM) નંબર દાખલ કરો.

  • સંબંધિત કચેરી દ્વારા અંતિમ ચકાસણી કરવામાં આવશે.

  • બધા દસ્તાવેજો તપાસીને અરજી સબમિટ કરી દો.

જરૂરી દસ્તાવેજો

અરજી માટે આધાર કાર્ડ અને તેની સ્વ-પ્રમાણિત નકલ જરૂરી છે. જો અરજદાર ભણેલા-ગણેલા ન હોય, તો અંગૂઠાના નિશાન સાથે સંમતિ પત્ર આપવો પડશે. આ ઉપરાંત મનરેગા જોબ કાર્ડ, બેંક ખાતાની વિગતો અને SBM નંબર પણ જરૂરી છે. એક સોગંદનામું પણ આપવું પડે છે, જેમાં એવી જાહેરાત કરવામાં આવે છે કે અરજદાર કે તેના પરિવાર પાસે પહેલાથી પાકું ઘર નથી.

- Advertisement -

એવામાં જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો અને હજુ સુધી પાકું ઘર નથી, તો PMAY-G તમારા માટે એક સુવર્ણ તક હોઈ શકે છે.

- Advertisement -
Share This Article