2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે 8 ટીમ ફાઇનલ
Tuesday, 14 November 2023
2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે 8 ટીમ ફાઇનલ
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમ બહાર
નવી દિલ્હી, તા.13: આઇસીસી વન ડે વર્લ્ડ કપ લીગ સ્ટેજ સમાપ્ત થયા બાદ પાકિસ્તાનમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી-202પની 8 ટીમ ફાઇનલ થઇ છે. પાકિસ્તાન યજમાન દેશ હોવાથી તેને સીધો જ પ્રવેશ મળ્યો છે. જયારે વર્લ્ડ કપની પોઇન્ટ ટેબલ પરની પાક. સહિતની ટોચની 8 ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કવોલીફાઇ થઇ છે. બાંગલાદેશની ટીમ આઠમા સ્થાને રહીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સીટ બૂક કરાવવામાં સફળ રહી છે. જયારે શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમ કવોલીફાય થઇ નથી. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેની ટીમ પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોવા મળશે નહીં. ચેમ્પિયન્સ ટ્રોફી-202પમાં કવોલીફાય થનાર ટીમો ક્રમ અનુસાર આ મુજબ છે. ભારત, દ. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ અને બાંગલાદેશ છે. છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં રમાઇ હતી ત્યારે પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન બની હતી. હવે 8 વર્ષ બાદ 202પમાં પાકિસ્તાનમાં રમાશે.
