Aaryavir Sehwag Century: અંડર-19 એશિયા કપ 2026માં આર્યવીર સહેવાગે UAE સામે શાનદાર સદી ફટકારી છે. તેમણે 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તેમની આ ઇનિંગ્સમાં ધીરજ અને આક્રમકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. તેમણે સારા બૉલનું સન્માન કર્યું અને ડૉટ બૉલની ચિંતા કરી નહોતી, પરંતુ તક મળતાં મોટા શૉટ રમવામાં પણ પાછા પડ્યા નહોતા. પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીરે 131 બૉલમાં પોતાની સદી પૂરી કરી હતી.
આ ઇનિંગ્સ દરમિયાન આર્યવીરે પોતાના પિતાના તેવર બતાવ્યા હતા. તેમણે રન દોડીને લેવાની વધુ ચિંતા કરી નહોતી. સારા બૉલનું સન્માન કર્યું અને તક મળતાં જ ચોગ્ગો કે છગ્ગો ફટકાર્યો હતો. તેમણે પ્રથમ વિકેટ માટે કેપ્ટન લક્ષ્ય સાથે ધીમી, પરંતુ જરૂરી અડધી સદીની ભાગીદારી કરી હતી. આ જોડીએ કુલ 62 રન ઉમેર્યા હતા.
વિનિત સાથે સદીની ભાગીદારી
આર્યવીરે વીકે વિનિત સાથે બીજી વિકેટ માટે શાનદાર સદીની ભાગીદારી કરી હતી. આ દરમિયાન સહેવાગે ખૂબ ઝડપી ગતિએ રન બનાવ્યા હતા. તેમણે ખુલ્લા હાથે મોટા શૉટ રમ્યા હતા અને ભારતનો સ્કોર 150 રનને પાર પહોંચાડ્યો હતો. તેમની ઇનિંગ્સના આધારે ભારતે માત્ર 35 ઓવરમાં 169 રન બનાવી લીધા હતા. છેલ્લી 15 ઓવરમાં ભારતીય ટીમ પાસે આક્રમક બેટિંગ કરવા માટે 9 વિકેટ પણ બાકી હતી.
The Sehwag way of celebrating milestones! 🫣
Aaryavir gets to his half-century with a maximum. 👏
Watch #INDvUAE in the DP World Men’s U19 Asia Cup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.
#SonySportsNetwork #SonyLIV https://t.co/xLMygPLVsL
— Sony Sports Network (@SonySportsNetwk) November 10, 2026
નેપાળ સામે પણ તોફાની ઇનિંગ્સ રમી હતી
આર્યવીર સહેવાગે નેપાળ સામે પણ તોફાની ઇનિંગ્સ રમી હતી. તેમણે 52 બૉલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. તેમની આ ઇનિંગ્સમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો. આર્યવીરની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે 10 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં તેમણે કેપ્ટન લક્ષ્ય સાથે અણનમ 129 રનની ભાગીદારી કરી હતી. લક્ષ્યે પણ અણનમ 53 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન સામે વિકેટ ગુમાવી હતી
પાકિસ્તાન સામેની મેચમાં પણ આર્યવીરે પાકિસ્તાની ઝડપી બોલરોની મુશ્કેલ ઓવરોનો સામનો કર્યો હતો. તેઓ 40 બૉલમાં 22 રન બનાવીને આઉટ થયા હતા. જો તેઓ ખરાબ શૉટ રમીને આઉટ ન થયા હોત તો આ મેચમાં પણ સારી ઇનિંગ્સ રમવાની તેમની પાસે તક હતી અને તેમણે તેની શરૂઆત પણ કરી દીધી હતી. જોકે, તેઓ માત્ર એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને આઉટ થઈ ગયા હતા. આ મેચમાં તેમણે અગાઉની કસર પૂરી કરી હતી.

