કોચ સાથે ગેરવર્તનનો પાકિસ્તાનના બોલર શાહીન પર આરોપ

Reena Brahmbhatt
1 Min Read

ઈસ્લામાબાદ, તા. 11 : પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી પર હેડ કોચ ગૈરી કર્સ્ટન અને ટીમ સાથે ગેરવર્તન કર્યાનો આરોપ લગાવાયો છે. ટીમ સ્ટાફે આ મામલે પીસીબીને ફરિયાદ કરતાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર વર્લ્ડ કપ અને આયરલેન્ડ ટૂર વખતે આફ્રિદીએ મુખ્ય કોચ કર્સ્ટન, સહાયક કોચ અઝહર મહમૂદ અને ટીમ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું.

Cricket ball GM

- Advertisement -

બનાવ બાદ ટીમ મેનેજમેન્ટે કેમ કોઈ પગલાં લીધાં નહીં ? તેની પણ ક્રિકેટ બોર્ડ તપાસ કરાવશે. કહેવાય છે કે સુકાની પદેથી હટાવાયા બાદ આફ્રિદી નારાજ છે. ર0રરમાં બાબર આઝમના સ્થાને તેને સુકાની બનાવાયો હતો પરંતુ ટીમના સતત ખરાબ પ્રદર્શન બાદ વર્લ્ડ કપ ર0ર4 પહેલાં તેને હટાવીને બાબરને ફરી સુકાની બનાવાયો હતો.

- Advertisement -
Share This Article