યુક્રેન ઇતિહાસમાં શાસકોની ઝિદ દેશને કેવો મરણતોલ ફટકો આપી શકે તેનો નમૂનો બની જશે, ઝેલેન્સકી તમે જેનો વિશ્વાસ કરો છે, તે તો ફક્ત વેપારી છે

Reena Brahmbhatt
6 Min Read

કેટલીક વાર શાસકોની જીદ પ્રજા માટે જાનલેવા બની જતી હોય છે.અને પ્રજા એક જ ખોટા ડિસિઝનને કારણે બરબાદ થઇ ખુવાર થઇ જતી હોય છે.પેલી સસ્સા રાણા અને હાથીની કહાની તો તમને યાદ હશે જ કે, જેમાં સસલાની ડંફાશૅ તેનો જ જીવ જોખમમાં મુક્યો હતો.પણ તેની અક્ક્ડ નતી છોડી.આવો જ ઘાટ યુક્રેનનો છે.ઝેલેન્સકી છે કે, તેની વાત અને ઝિદ છોડવા તૈયાર જ નથી.નાટો સાથે ન જોડાવવાની એક શરત સામે આ જંગ લાંબા સમયથી ચાલી રહી છે.જેમાં સેંકડો નિર્દોષોના જીવ ગયા છે.અને કેટલાય શહેરો બરબાદ થઇ આજે ખંડેરમાં ફેરવાઈ ચુક્યા છે.અન્યથા યુક્રેન એક અતિસુંદર પ્રાકૃતિક દેશ છે.પણ આજે તેના મહત્વના શહેરો ડરામણા અને ખંડેરમાં ફેરવાઈ ચુક્યા છે અને ભૂતિયા ભાસે છે.પરંતુ ઝેલેન્સકી છે કે ઝિદ છોડવા તૈયાર નથી. રશિયા જેવા હાથી સામે તેને ઝુકવુ નથી ભલેને આ માટે તેના લાખો નાગરિકોના બલિદાન ચડી જાય.

ukrain war

- Advertisement -

અને વળી તે જેનો હાથ પકડી આ કાંટાળા માર્ગે જવાનું પસંદ કરે છે તે લોકો ભરોસાને પાત્ર નથી.તેમનો નાફરમાની અને બેવફાઈનો ઇતિહાસ જગ મશહૂર છે.તે તો વિનાશકારી હથિયારોના સપ્લાયર્સ છે.તેમની પસંદ જ આવા ઝઘડા કરવી તેમના શસ્ત્રો વેચવાના કારસા ઘડવાનું છે.અડધી દુનિયાને બરબાદ કરનાર અમેરિકા માટે ઝલેન્સકી કેમ તેમ નથી સમજતા કે, તે તમને યેનકેન પ્રકારે શસ્ત્રો સપ્લાય કરી બળતામાં ઘી હોમમાં રાખે છે. બાકી સાચા તમારા હિતેચ્છક હોત તો રશિયાને સબક શીખવવા તેણે પણ યુદ્ધમાં જંપલાવ્યું હોતઅને તે સિવાય જે નાટો માટે તેની ઝિદ છે તે નાટો નો તેવો કોઈ ઝોરદાર હિસ્ટ્રી નથી રહ્યો તેમછતાં આટલી ઝિદ ? અહીં તેમ કહેવું નથી કે, રશિયા સાચું નથી પણ તેની તાકાત છે અને બીજું કે પુતિન પોતે એક અત્યન્ત ઘમંડી અને જિદ્દી નેતા છે.તેના દિમાગી સંતુલન વિષે તમે કઈ જ ન કહી શકાય.તેનું છટકે તો તે એક જ ડિસીજનમાં પરમાણુ એટેક કરી આખા યુક્રેનને અને અન્ય નજીક આવેલા વેસ્ટર્ન કન્ટ્રીઝની બરબાદ કરી શકે છે.તે ન ભુલાય.તેથી તેને બહુ છેડવામાં તેવું કઈ ખાસ ડહાપણ નથી.રશિયાને પણ ક્યાંક નુકસાન તો છે જ, પણ ક્યાંક તે પણ સાચું જ છે.અગર યુક્રેન જો નાટોમાં સામેલ થાય તો અમેરિકા જેવા દેશને મઝા પડી જાય.કેમ કે, તે યુક્રેનને બહાને રશિયાના નજીકના ક્ષેત્રોમાં ક્યાંક તેનો પગપેસારો કરી ઘણા કૃત્યો કરી શકે છે.અને તેથી જ રશિયા પણ લગભગ 2 વર્ષ થી યુદ્ધ લડી રહ્યું છે.પણ તેને યુક્રેન જેટલું નુકસાન ન થાય.યુક્રેનને તો મરણતોલ ફ્ટલો લાગે.દેશ 50 વર્ષ પાછળ ચાલ્યો જાય.અને બેઠો થાય કે કેમ તે સવાલ છે.

બાય ધ વે, આ ચર્ચા ફરી એકવાર એટલે મંડાણી છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ત્રીજા વર્ષ તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ હવે પુતિને યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે નવી શરતો મૂકી છે. તેમની શરતો એવી છે કે યુક્રેન તેમને ક્યારેય સ્વીકારશે નહીં. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે જો યુક્રેન મોસ્કો દ્વારા દાવો કરાયેલા તમામ ચાર પ્રદેશોને સંપૂર્ણપણે છોડી દેશે તો જ રશિયા તેનું યુદ્ધ સમાપ્ત કરશે. આ સિવાય પુતિનની માંગ છે કે યુક્રેન નાટોમાં જોડાવાની જીદ છોડી દે. યુક્રેને પુતિનની આ માંગને સંપૂર્ણ રીતે ફગાવી દીધી છે અને તેને એક છેતરપિંડી ગણાવી છે.

- Advertisement -

સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ પરિષદ યોજાવાની છે, જેમાં રશિયાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. શુક્રવારે આ કોન્ફરન્સ પહેલાં બોલતા, પુતિને યુદ્ધ સમાપ્ત કરવા માટે તેમની શરતો મૂકી. પૂર્વીય અને દક્ષિણ યુક્રેનના ચાર કબજા હેઠળના પ્રદેશોમાંથી પીછેહઠ કરવા સાથે, પુતિને કહ્યું કે યુક્રેનને બિનસૈનિકીકરણ કરવું જોઈએ અને પશ્ચિમી દેશોએ રશિયા પરના તેમના પ્રતિબંધો હટાવવા જોઈએ. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા. આનાથી રશિયન અર્થતંત્રને નુકસાન થયું છે.

યુદ્ધવિરામ વિશે ભય
જો કે, આ શરતો પહેલા કરતા વધુ કડક છે. પરંતુ પુતિનનું આ નિવેદન આ યુદ્ધમાં રશિયાની નિષ્ફળતા પણ દર્શાવે છે. કારણ કે રશિયાને ખાતરી હતી કે તે થોડા દિવસોમાં રાજધાની કિવ સહિત યુક્રેનના બાકીના ભાગ પર કબજો કરી લેશે. લગભગ 28 મહિના પછી, રશિયાએ યુક્રેનિયન વિસ્તારનો લગભગ પાંચમો ભાગ કબજે કરી લીધો છે. આમાં ક્રિમીયન દ્વીપકલ્પનો પણ સમાવેશ થાય છે, જે એક દાયકા પહેલા રશિયા દ્વારા જોડવામાં આવ્યો હતો. યુક્રેન અને પશ્ચિમી દેશો ચેતવણી આપી રહ્યા છે કે યુક્રેનની સંપૂર્ણ હાર બાદ પુતિન સમાધાન કરશે. યુદ્ધવિરામ રશિયાને પુનઃસંગઠિત કરવા અને ભવિષ્યના હુમલાઓ માટે તૈયાર કરવાની મંજૂરી આપશે.

- Advertisement -

રશિયા ગોળીબાર ક્યારે બંધ કરશે?
રશિયાના વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પુતિને જણાવ્યું હતું કે શાંતિ વાટાઘાટો માટે રશિયાની શરતો સરળ છે, જે ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયાના સમગ્ર પ્રદેશોમાંથી યુક્રેનિયન સૈનિકોની ઉપાડ સાથે શરૂ થાય છે. રશિયા હાલમાં ફક્ત આંશિક રીતે આ વિસ્તારોને નિયંત્રિત કરે છે, પરંતુ પુતિન દાવો કરે છે કે દરેક વિસ્તાર 2022 માં રશિયાનો ભાગ બની જશે. તેણે કહ્યું, ‘જેમ કે કિવ જાહેરાત કરે છે કે તે આ નિર્ણય માટે તૈયાર છે અને નાટોમાં જોડાશે નહીં. અમે તરત જ ગોળીબાર બંધ કરવા અને વાટાઘાટો શરૂ કરવાનો આદેશ આપીશું.
by : Reena brahmbhatt

Share This Article