અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને ઇંગ્લેન્ડમાં પીઠની સર્જરી કરાવી છે.

newzcafe
1 Min Read

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને પીઠની સર્જરી કરાવી


અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને પીઠની સર્જરી કરાવી


લંડન, તા.24: અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને ઇંગ્લેન્ડમાં પીઠની સર્જરી કરાવી છે. આ સર્જરીને લીધે આ અફઘાન સ્પિનર તા. 7 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલ બિગ બેશ લીગમાં રમી શકશે નહીં. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ બારામાં જણાવ્યું છે કે લેગ સ્પિનર રાશિદ ખાને બ્રિટનના સુપ્રસિદ્ધ ડોક્ટર જેમ્સના માર્ગદર્શનમાં પીઠના ભાગે સર્જરી કરાવી છે. તે થોડા સમય બાદ મેદાનમાં પરત ફરશે તેવો અમને વિશ્વાસ છે. ખુદ રાશિદ ખાને સર્જરી બાદની તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. રાશિદ ખાનના નામે પ ટેસ્ટમાં 34, 103 વન ડેમાં 183 અને 82 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 130  વિકેટ છે.

Share This Article