Asia Athletics Championship: એશિયન એથ્લેટિક્સમાં મોટો હોબાળો, ભારતીય 4×100 મીટર પુરુષ રિલે ટીમને ગેરલાયક ઠેરવવામાં આવી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Asia Athletics Championship: શુક્રવારે ભારતની 4×100 મીટર પુરુષોની રિલે ટીમને પ્રારંભિક રાઉન્ડ દરમિયાન ખોટી રીતે ‘બેટન એક્સચેન્જ’ કરવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. પરંતુ સચિન યાદવ અને યશવીર સિંહે પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ સાથે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંકવાની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

પ્રણવ, રાગુલ, મણિકાંત અને અમલનની ટીમ બહાર થઈ ગઈ હતી

- Advertisement -

પ્રણવ પ્રમોદ ગૌરવ, રાગુલ કુમાર ગણેશ, મણિકાંત હોબલીધર અને અમલન બોરગોહેનની ટીમને ‘ટેકઓવર’ ક્ષેત્રની બહાર બેટનની આપ-લે (બીજા ખેલાડીને બેટન આપવા) માટે દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સ્પર્ધામાંથી બાકાત રાખવામાં આવી હતી, જે વર્લ્ડ એથ્લેટિક્સના ટેકનિકલ નિયમ 24.7નું ઉલ્લંઘન હતું. મલેશિયન ટીમને પણ આવા જ ઉલ્લંઘન માટે ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

જોકે, ભારતીય ટીમ માટે સારા સમાચાર એ હતા કે સચિન અને યશવીર 12-માણસોની ભાલા ફેંક સ્પર્ધાના ફાઇનલમાં પહોંચ્યા હતા. સચિન ૭૯.૬૨ મીટરના અંતર સાથે પાંચમા સ્થાને રહ્યો, જ્યારે યશવીર ૭૬.૬૭ મીટરના અંતર સાથે શનિવારના ફાઇનલ માટે ક્વોલિફાય થયો. નદીમ યાદીમાં ટોચ પર રહ્યો. ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં ૯૨.૯૭ મીટરના અંતર સાથે ગોલ્ડ જીત્યા બાદ પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લેનાર આ ખેલાડીએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૮૬.૩૪ મીટરનું અંતર હાંસલ કર્યું.

- Advertisement -

જ્યોતિ યારાજી અને નિત્ય ગાંધે ફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતીય ખેલાડીઓને લગતી અન્ય ઇવેન્ટ્સમાં, મહિલા ૧૦૦ મીટર હર્ડલ્સ ગોલ્ડ મેડલ વિજેતા જ્યોતિ યારાજી અને નિત્ય ગાંધેએ તેમની હીટ્સમાં અનુક્રમે ૨૩.૭૪ સેકન્ડ અને ૨૩.૭૭ સેકન્ડના સમય સાથે ૨૦૦ મીટરની ફાઇનલમાં પ્રવેશ કર્યો. અનિમેષ કુજુરે તેની પ્રારંભિક દોડમાં ૨૦.૯૮ સેકન્ડના સમય સાથે પુરુષોની ૨૦૦ મીટર ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. પાંચ ઇવેન્ટ પછી ૪૫૦૦ સુધી પોતાનો સ્કોર પહોંચાડીને નંદિની અગસારા હેપ્ટાથ્લોનમાં ગોલ્ડ મેડલની રેસમાં યથાવત રહી છે. તેણીએ આજે ​​સવારે યોજાયેલી લાંબી કૂદની સ્પર્ધામાં 6.13 મીટરનું અંતર કાપીને ટોચનું સ્થાન મેળવ્યું. તે ચીનની લિયુ જિંગીથી આગળ છે, જેમના 4210 પોઈન્ટ છે. આજે સાંજે ફક્ત ભાલા ફેંક અને 800 મીટરની સ્પર્ધાઓ પૂર્ણ થવાની બાકી છે.

- Advertisement -
Share This Article