Australia vs Bangladesh: ઑસ્ટ્રેલિયાના સ્ટાર ફિલ્ડર્સે છોડ્યા સરળ કેચ, બાંગ્લાદેશ સામે ટીમની હાલત ખરાબ

Arati Parmar
2 Min Read

Australia vs Bangladesh: બાંગ્લાદેશની ટીમ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમી રહી છે. આ મુકાબલામાં મહેમાન બાંગ્લાદેશની ટીમ સંપૂર્ણપણે હાવી છે. ઑસ્ટ્રેલિયાની ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું. પ્રથમ ઇનિંગમાં બેટિંગ ચાલી નહીં તો બોલર પણ કોઈ મોટો કમાલ કરી શક્યા નહીં. ઑસ્ટ્રેલિયાના ફિલ્ડર્સનું પણ પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું.

સ્ટીવ સ્મિથે સરળ કેચ છોડ્યો

સ્ટીવ સ્મિથ દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફિલ્ડર્સમાં ગણાય છે. પોતાની કારકિર્દીમાં તેમણે એકથી ચઢિયાતા કેચ પકડ્યા છે. પરંતુ બાંગ્લાદેશ સામે તેમણે સરળ કેચ છોડી દીધો. પેટ કમિન્સના શોર્ટ બોલને તસ્કીન અહમદે પુલ કર્યો. સ્મિથ બેકવર્ડ સ્ક્વેર લેગ પર ફિલ્ડિંગ કરી રહ્યા હતા. બોલ સીધો તેમની પાસે ગયો. તેમ છતાં સ્મિથ કેચ પકડી શક્યા નહીં. બોલ તેમના બંને હાથમાં આવ્યા બાદ બહાર પડી ગયો. આ જોઈને કોઈને પોતાની આંખો પર વિશ્વાસ થયો નહીં.

- Advertisement -

ટ્રેવિસ હેડે પણ જીવનદાન આપ્યું

જે ઓવરમાં સ્ટીવ સ્મિથે કેચ છોડ્યો, એ જ ઓવરમાં ટ્રેવિસ હેડે પણ બાંગ્લાદેશી બેટ્સમેનને જીવનદાન આપી દીધું. આ વખતે પણ પેટ કમિન્સે શોર્ટ બોલ નાખ્યો. મેહદી હસન મિરાજે આ વખતે બોલને પુલ કર્યો. મિડ વિકેટ પર ટ્રેવિસ હેડે પાછળની તરફ ડાઇવ મારતાં બોલ પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા. હેડે 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં રોહિત શર્માનો પણ આ જ પ્રકારનો કેચ પકડ્યો હતો.

- Advertisement -

બાંગ્લાદેશને 228 રનની લીડ

ડાર્વિન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ માત્ર 198 રન બનાવ્યા. જ્યારે બાંગ્લાદેશની ટીમે શાનદાર બેટિંગ કરતાં 426 રન ફટકારી દીધા. તંઝીદ હસન તમીમે 101 રનની ઇનિંગ રમી તો નજમુલ હુસૈન શાંતોે 84 અને મેહદી હસન મિરાજે 65 રન બનાવ્યા. પ્રથમ ઇનિંગમાં બાંગ્લાદેશને 228 રનની લીડ મળી ગઈ છે. ઑસ્ટ્રેલિયા માટે જોશ હેઝલવુડે સૌથી વધુ 6 વિકેટ લીધી. આ દરમિયાન ટેસ્ટમાં તેમની 300 વિકેટ પણ પૂર્ણ થઈ ગઈ છે.

Share This Article