જાયન્ટ કિલર અફઘાનિસ્તને સતત ચોથી જીત સાથે તેની સેમિ ફાઇનલની આશા જીવંત રાખી છે.

newzcafe
2 Min Read

અફઘાનીસ્થાનની સેમિફાઇનલની આશા જીવંત


અફઘાનીસ્થાનની સેમિફાઇનલની આશા જીવંત


નેધરલેન્ડને હરાવ્યું


લખનઉ તા.3: જાયન્ટ કિલર અફઘાનિસ્તને સતત ચોથી જીત સાથે તેની સેમિ ફાઇનલની આશા જીવંત રાખી છે. વિશ્વ કપની આજની મેચમાં અફઘાનિસ્તાનનો નેધરલેન્ડ વિરૂધ્ધ 7 વિકેટે મજબૂત વિજય થયો હતો. અફઘાનિસ્તાનના હવે 7 મેચમાં 4 વિજયથી 8 પોઇન્ટ થયા છે અને પોઇન્ટ ટેબલ પાકિસ્તાનને પાછળ રાખીને પાંચમા નંબર પર આવી ગઇ છે. અફઘાનના વિજયથી પાક.ના સેમિના સમીકરણ બગડયાં છે. જયારે દ. આફ્રિકા અને બંગાલદેશની ટીમને ઉલટફેરનો શિકાર બનાવનાર ડચ ટીમની સેમિ ફાઇનલની રેસ સમાપ્ત થઇ છે. અફઘાનિસ્તાનને હવે બે મેચ રમવાની બાકી રહે છે. જેમાં તેનો સામનો બે મજબૂત હરીફ ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકા સામે થવાનો છે. આ મેચના પરિણામ સેમિ ફાઇનલનું ચિત્ર લગભગ સ્પષ્ટ કરશે. આજની મેચમાં ટોચના ક્રમના પાંચમાંથી ચાર બેટધર રન આઉટ થવાના નુકસાનથી નેધરલેન્ડની ટીમ ફકત 179 રન જ કરી શકી હતી. અફઘાનિસ્તાને 111 દડા બાકી રાખીને 31.3 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 181 રન કરીને 7 વિકેટે જીત હાંસલ કરી હતી. અફઘાનિસ્તાન કપ્તાન હશમતુલ્લાહ શાહિદી 64 દડામાં 6 ચોગ્ગાથી પ6 રને અને અઝમતઉલ્લાહ ઓમરઝાઇ 31 રને નોટઆઉટ રહ્યા હતા. આ બન્ને વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં પ2 રન થયા હતા. આ પહેલા રેહમત શાહ પ4 દડામાં 8 ચોકકાથી પ2 રનની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. ઝારદાન 20 અને ગુરબાજ 10 રને આઉટ થયા હતા.

Share This Article