Cricket Debut Records: શાનદાર ક્રિકેટ ડેબ્યૂ છતાં ટૂંકી રહી આ 5 ક્રિકેટરોની કારકિર્દી

Arati Parmar
2 Min Read

Cricket Debut Records: દરેક ક્રિકેટર ઇન્ટરનેશનલ ડેબ્યૂમાં પોતાની છાપ છોડવા માંગે છે. તેનાથી તે ખેલાડીની વધુ સારી છબી બને છે અને આગળની મેચો માટે માર્ગ ખુલ્લો થાય છે. જોકે પ્રદર્શનમાં સાતત્ય પણ ખૂબ જરૂરી છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓનું ડેબ્યૂ ખૂબ ખરાબ રહ્યું હતું, પરંતુ અંતે તેઓ મહાન બન્યા. બીજી તરફ કેટલાક એવા ખેલાડીઓ રહ્યા, જેમનું ડેબ્યૂ તો યાદગાર રહ્યું, પરંતુ ગણતરીની મેચો બાદ જ ટીમમાંથી બહાર થઈ ગયા.

કોલિન ઇન્ગ્રામ- સાઉથ આફ્રિકા

- Advertisement -

2010માં સાઉથ આફ્રિકા માટે કોલિન ઇન્ગ્રામે વનડે ડેબ્યૂમાં 124 રનની ઇનિંગ રમી હતી. તે સમયે આ ડેબ્યૂમાં કોઈ બેટરની બીજી સૌથી મોટી ઇનિંગ હતી. ઇન્ગ્રામની વનડે કારકિર્દી માત્ર 31 મેચની રહી, જ્યારે T20 ઇન્ટરનેશનલમાં તેને માત્ર 9 મેચ રમવાની તક મળી.

પૃથ્વી શૉ- ભારત

- Advertisement -

પૃથ્વી શૉએ 18 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરતાં ભારત માટે 134 રનની ઇનિંગ રમી હતી. આગામી મેચમાં તેણે ફિફ્ટી ફટકારી હતી. પ્રથમ સિરીઝમાં 237 રન બનાવવા બદલ તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ પૃથ્વીને માત્ર ત્રણ વધુ ટેસ્ટમાં તક મળી હતી. 6 વર્ષથી તેણે ટેસ્ટ મેચ રમી નથી.

નરેન્દ્ર હિરવાણી- ભારત

- Advertisement -

ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ ભારતના નરેન્દ્ર હિરવાણીના નામે છે. 1988માં વેસ્ટ ઇન્ડિઝ સામે તેણે 136 રન આપીને 16 વિકેટ લીધી હતી. જોકે ત્યારબાદ પણ જમણા હાથના લેગ સ્પિનરની કારકિર્દી માત્ર 17 ટેસ્ટ મેચની રહી. ટૂંક સમયમાં અનિલ કુંબલે ભારતના મુખ્ય લેગ સ્પિનર બની ગયા.

જેસન ક્રેઝા- ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ ટેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ જેસન ક્રેઝાના નામે છે. 2008માં નાગપુર ટેસ્ટમાં તેણે 12 વિકેટ લીધી હતી. પ્રથમ ઇનિંગમાં તેણે 8 બેટરોને આઉટ કર્યા હતા. ત્યારબાદ આ ઓફ સ્પિનરને માત્ર એક વધુ ટેસ્ટ રમવાની તક મળી.

આબિદ અલી- પાકિસ્તાન

પાકિસ્તાનના આબિદ અલી પ્રથમ અને એકમાત્ર પુરુષ ક્રિકેટર છે, જેણે વનડેની સાથે જ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેમ છતાં તેની ટેસ્ટ કારકિર્દી 16 અને વનડે કારકિર્દી માત્ર 6 મેચની રહી. ટેસ્ટમાં તેની એવરેજ 49 જ્યારે વનડેમાં 39ની છે.

Share This Article