ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગુરુવારથી 3 ટી-ર0ની શ્રેણી શરૂ થઈ રહી છે.

newzcafe
2 Min Read

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ


ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ 


 


મોહાલી, તા.10 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગુરુવારથી 3 ટી-ર0ની શ્રેણી શરૂ થઈ રહી છે. આ શ્રેણીમાં સૌની નજર સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર રહેશે જેઓ 14 મહિના બાદ ટી-ર0 રમવા ઉતરશે. પહેલી ટી-ર0 મોહાલીમાં, બીજી ઈન્દોરમાં અને ત્રીજો બેંગ્લુરુમાં રમાશે. 


 


જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીતે આયોજિત ટી-ર0 વર્લ્ડ કપ પહેલા ભારત માટે આ શ્રેણી મહત્ત્વની બની રહેશે. વર્લ્ડ કપ માટે અંતિમ 1પ ખેલાડીની પસંદગી આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શનને આધારે થઈ શકે છે જે વર્લ્ડ કપના બરાબર પહેલા યોજાશે. રોહિત અને વિરાટ લાંબા સમય બાદ ટી-ર0 રમવા ઉતરી રહયા હોવાથી અફઘાનિસ્તાન વિરુદ્ધ બને ફોર્મ બતાવવા સજ્જ છે. 


 


ઈનિંગ્સની શરૂઆત રોહિત શર્મા અને શુભમન ગિલ કરશે તે લગભગ નક્કી છે. યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા ટીમમાં સામેલ છે. ગિલનું પ્રદર્શન દક્ષિણ આફ્રિકામાં સારું રહ્યું નથી. જેથી ઘર આંગણે તેના પર દબાણ રહેશે. હાર્દિક પંડયા અને સુર્યકુમારની ગેરહાજરીમાં રિંકૂ સિંહ પર મોટી જવાબદારી રહેશે. વિકેટ કિપિંગમાં જિતેશ શર્મા અને સંજુ સૈમસનનો વિકલ્પ રહેશે.  શિવમ દુબે પણ ટીમમાં છે જેને રમવાની તક મળી શકે છે. ઝડપી બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર પર રહેશે. સ્પિનમાં કુલદીપ યાદવ જવાબદારી સંભાળશે વિકલ્પે અક્ષર પટેલ, રવિ બિસ્નોઈ અને વોશિંગ્ટન સુંદર રહેશે.

Share This Article