Romario Shepherd Record: રોમારિયો શેફર્ડે IPL 2025માં 14 બોલમાં ફટકારી સૌથી ઝડપી ફિફ્ટી

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Romario Shepherd Record: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં શનિવારે (ત્રીજી મે) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં આરસીબીએ છેલ્લા બોલ પર 2 રનથી મેચ જીતી લીધી હતી. આ દરમિયાન આરસીબીના બેટર રોમારિયો શેફર્ડે ઈતિહાસ રચ્યો હતો. તેણે તોફાની બેટિંગ કરીને આઈપીએલ ઈતિહાસની બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી માત્ર 14 બોલમાં પૂરી કરીને ઈતિહાસ રચી દીધો.

IPL 2025માં સૌથી ઝડપી અડધી સદી

- Advertisement -

આરસીબીના બેટર રોમારિયો શેફર્ડ છેલ્લે બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન એવું લાગતું હતું કે આરસીબી 200નો આંકડો પાર કરી શકશે નહીં. પરંતુ રોમારિયો શેફર્ડે જવાબદારી સંભાળી હતી અને તેણે 14 બોલમાં 53 રન બનાવ્યા હતાં. જેમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો. IPL 2025માં સૌથી ઝડપી ફિફ્ટી છે.

Share This Article