Riyan Parag Smashes 6 Sixes: IPL 2025માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાઈ હતી. આ મેચમાં KKRની ટીમે 206 રન ફટકાર્યા. જે બાદ રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડી રિયાન પરાગ ધુંઆધાર બેટિંગ કરી હતી. પરાગે મોઈન અલીની ઓવરમાં એક બાદ એક સતત 5 છગ્ગા ફટકાર્યા. જોકે તે સદી ચૂક્યો હતો.
6 બોલમાં 6 છગ્ગા
રિયાન પરાગે એક ઓવરમાં 5 અને સતત 6 છગ્ગા ફટકાર્યા. 13મી ઓવરમાં બીજા બોલથી ઓવરની સમાપ્તિ સુધી સતત 5 સિક્સર ફટકારી. પછી 14મી ઓવરમાં પહેલા બોલ પર હેટમાયરે એક રન લીધો અને પોતાનો વારો આવતા જ રિયાન પરગે ફરી સિક્સર ફટકારી હતી.
સદી ચૂક્યો રિયાન પરાગ
આજની મેચમાં રિયાન પરાગ 45 બોલમાં 6 ચોગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા, જોકે તે સદી પૂર્ણ કરી શક્યો નહીં. પરાગ 45 બોલમાં 95 રન બનાવીને આઉટ થયો હતો.
Riyan Parag manifested in 2023 – turned into a reality in 2025. 🙇♂️ pic.twitter.com/XeFphvcbGg
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 4, 2025
બે વર્ષ અગાઉ વ્યક્ત કરી હતી ભવિષ્યવાણી
આજની મેચ બાદ રિયાન પરાગે બે વર્ષ અગાઉ X પર કરેલી પોસ્ટ ખૂબ વાઇરલ થઈ રહી છે. રિયાન પરાગે એક ઓવરમાં ચાર છગ્ગા ફટકારવાની ભવિષ્યવાણી કરી હતી.