Sunil Gavaskar on Pakistan: સુનીલ ગાવસ્કરની ભવિષ્યવાણી, પાકિસ્તાનને એશિયા કપમાંથી બહાર કરી શકાય, ACC ભંગ થવાની પણ શક્યતા

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Sunil Gavaskar on Pakistan: પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં શોક અને ગુસ્સો છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદથી ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે.  દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે એક મોટી ભવિષ્યવાણી કરી છે.

જાણો ગાવસ્કરની ભવિષ્યવાણી 

- Advertisement -

સુનીલ ગાવસ્કર માને છે કે એશિયા કપમાં રમવું પાકિસ્તાન માટે લગભગ અશક્ય બની રહેશે. ભારત એની સાથે કોઈ સંબંધ નહીં રાખે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)નું ભવિષ્ય જોખમમાં છે.  ગાવસ્કરે કહ્યું કે પાકિસ્તાનને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે. એટલું જ નહીં ACCને પણ ભંગ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત એશિયા કપ 2025ની મેજબાની કરવાનું છે જે T20 ફોર્મેટમાં રમાશે.

‘BCCIનું વલણ એ જ છે…’

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નું વલણ હંમેશા ભારત સરકાર કહે એ જ માનવાનું રહ્યું છે. તેથી મને નથી લાગતું કે એશિયા કપ મામલે કોઈ ફેરફાર થશે. ભારત અને શ્રીલંકા એશિયા કપના આ વખતના યજમાન છે, તેથી તે તેમના પર નિર્ભર કરે છે કે પાકિસ્તાન એશિયા કપનો ભાગ બનશે કે નહીં.

Share This Article