Cricketer Shivalik Sharma Rape Case : IPL ફેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીની દુષ્કર્મના કેસમાં ગુજરાતમાંથી ધરપકડ કરાયા બાદ હવે તેને જેલમાં ધકેલી દેવાયો છે. જોધપુરની કુડી ભગતાસની પોલીસ સ્ટેશનની ટીમે દુષ્કર્મના ગંભીર આરોપમાં કાર્યવાહી કરી ક્રિકેટર શિવાલિક શર્માની વડોદરામાંથી પકડ્યો હતો. શિવાલિકા પર યુવતીને લગ્નની લાલચ આપી તેનું જાતીય શોષણ કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે.
પોલીસે યુવતીની ફરિયાદ બાદ તુરંત કાર્યવાહી કરી
જોધપુર પોલીસે ધરપકડની પુષ્ટી કરીને કહ્યું કે, ‘યુવતીએ ફરિયાદ બાદ તુરંત કાર્યવાહી કરવામાં આવી છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ-164 હેઠળ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. આ કેસમાં પોલીસે સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લીધા છે, ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.’