France vs Morocco FIFA: ફ્રાન્સે ફિફા વર્લ્ડ કપ 2026 માં સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સનો સામનો મોરોક્કો સાથે થયો. બોસ્ટન સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલાને ફ્રાન્સે 2-0 થી પોતાના નામે કર્યો. પહેલા હાફમાં મોરોક્કોના ગોલકીપર યાસીન બોનોએ પેનલ્ટી સેવ કરી લીધી. તેની કોઈ ખાસ અસર પડી નહીં અને ફ્રાન્સે બીજા હાફમાં બે ગોલ ફટકારીને મેચ પોતાના નામે કરી લીધી.
પહેલો ગોલ કિલિયન એમ્બાપ્પેએ માર્યો
ફ્રાન્સ તરફથી મેચનો પહેલો ગોલ 60મી મિનિટમાં થયો. કિલિયન એમ્બાપ્પેએ આ ગોલ ફટકાર્યો. પેનલ્ટી એરિયાની કિનારે ડેસિરે ડૌએ પાસેથી પાસ મળવા પર, ફ્રાન્સના કેપ્ટને શાનદાર સ્કિલ બતાવી. મોરોક્કોના ત્રણ ખેલાડીઓએ તેમને ઘેરી રાખ્યા હતા. તેમ છતાં એમ્બાપ્પેએ વગર વધારે બેક લિફ્ટના જબરદસ્ત તાકાત સાથે ડિફેન્ડર ઈસ્સા ડિયોપની બાજુમાંથી બોલને ગોલ પોસ્ટની અંદર નાખી દીધો.
A third straight Semi-final secured for France. 🇫🇷#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) July 9, 2026
ડેમ્બેલેએ સરસાઈને 2-0 કરી
કિલિયન એમ્બાપ્પેના ગોલના 6 મિનિટ બાદ જ ફ્રાન્સે પોતાની સરસાઈને 2-0 કરી લીધી. બીજો ગોલ ઉસ્માન ડેમ્બેલેએ ફટકાર્યો. એમ્બાપ્પે પાસેથી મળેલા પાસને ડેમ્બેલેએ જમણા કોર્નરમાં મારીને ગોલ ફટકાર્યો. મોરોક્કોના ગોલકીપરનો બોલ પર હાથ લાગ્યો પણ તે તેને રોકી શક્યા નહીં.
આ મુકાબલામાં પૂરેપૂરો ફ્રાન્સનો દબદબો રહ્યો. ટીમના ખેલાડીઓએ મોરોક્કો વિરુદ્ધ 22 શોટ્સ લીધા અને 9 ટાર્ગેટ પર હતા. બીજી તરફ મોરોક્કોનો 5 માંથી માત્ર એક જ શોટ ગોલકીપરના એરિયામાં હતો.
France are the first team to qualify for the @FIFAWorldCup 2026 semi-finals 👏🇫🇷 pic.twitter.com/ZHBaSyBpRK
— FIFA (@FIFAcom) July 9, 2026
કિલિયન એમ્બાપ્પેના 8 ગોલ થયા
27 વર્ષના કિલિયન એમ્બાપ્પેના ફિફા વર્લ્ડ કપ 2026 માં 8 ગોલ થઈ ગયા છે. આર્જેન્ટિનાના લિયોનેલ મેસીના પણ 8 ગોલ છે. બંને ખેલાડીઓ ગોલ્ડન બૂટની રેસમાં સંયુક્ત રીતે પહેલા નંબર પર છે. એમ્બાપ્પેનો આ ત્રીજો ફિફા વર્લ્ડ કપ છે. તેમના 20 ગોલ થઈ ચૂક્યા છે. છઠ્ઠી વાર ટૂર્નામેન્ટમાં રમી રહેલા મેસી 21 ગોલની નજીક ટોપ પર છે.

