ન્યૂયોર્ક, તા. 16 : સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી ફિટનેસ ટેસ્ટ પાસ કરી શકયો નથી, જેથી છઠ્ઠો વિશ્વકપ ગુમાવે તેવી ચિંતા છવાઈ છે. પોતાની કારકિર્દીમાં પહેલીવાર ફૂલટાઈમ પહેલાં કોપા અમેરિકાની ફાઈનલમાં ઈજાને કારણે તેને મેદાન છોડવું પડયું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મેસી બાદમાં રડતો જોવા મળ્યો હતો. ઈજાને કારણે કોલંબિયા વિરુદ્ધ ફાઈનલ મેચમાં તેને 64મી મિનિટમાં મેદાન બહાર જવું પડયું હતું. આર્જેન્ટિનાએ સતત બીજીવાર કોપા અમેરિકા ખિતાબ જીત્યો, પરંતુ મેસી ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહેતાં ર0ર6 વિશ્વકપમાં તેના સમાવેશ અંગે આશંકા ઊભી થઈ છે. 37 વર્ષનો મેસી હવે ઈજા સામે ઝઝૂમી રહ્યો છે.

ગત વર્ષ પણ ઈન્ટર મિયામી અને આર્જેન્ટીનાની ઘણી મેચ તેણે ગુમાવી હતી. ઈજાગ્રસ્ત મેસીએ મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપ્યું નથી. ટીમ મેનેજમેન્ટે પણ મૌન ધર્યું છે. આર્જેન્ટીના હવે સપ્ટેમ્બરમાં ચિલી અને કોલંબિયા વિરુદ્ધ વિશ્વ કપની કવોલિફાઈ મેચ રમશે જેમાં મેસીની ઈજા અંગે સ્થિતિ સ્પષ્ટ થશે.

