Pink Dolphin Oman: ઓમાનના દરિયાકિનારે જોવા મળી દુર્લભ ગુલાબી ડૉલ્ફિન, જાણો તેના રંગ પાછળનું વિજ્ઞાન

Arati Parmar
2 Min Read

Pink Dolphin Oman: દુનિયા અનોખા રંગોથી ભરેલી છે. આવું જ એક દૃશ્ય સમુદ્રની દુનિયામાંથી પણ સામે આવ્યું છે. સમુદ્રની રાણી ડૉલ્ફિનને લગતી એક અનોખી ઘટના સામે આવી છે. ઓમાનના દરિયાકિનારા નજીક એક દુર્લભ ગુલાબી ડૉલ્ફિન જોવા મળી છે. આવું કેમ છે. આ પ્રજાતિ સાથે જોડાયેલા રહસ્ય વિશે નિષ્ણાતોનો શું અભિપ્રાય છે. ડૉલ્ફિન ગુલાબી રંગની કેમ હોય છે.

ઓમાનની રાજધાની મસ્કટ નજીક દરિયાકિનારે અનોખા ગુલાબી રંગની ડૉલ્ફિન જોવા મળ્યા બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

- Advertisement -

દરિયાકિનારે હાજર લોકોએ તેને પાણીમાં તરતી જોઈ હતી. ત્યારથી દરિયાઈ જીવોના પ્રેમીઓ અને વૈજ્ઞાનિકો વચ્ચે આ ચર્ચા શરૂ થઈ છે કે આખરે આ કઈ પ્રજાતિ છે.

આ ગુલાબી દેખાતી ડૉલ્ફિનની ચોક્કસ પ્રજાતિની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. માત્ર તેના રંગના આધારે કોઈ પ્રજાતિ વિશે નિષ્કર્ષ કાઢવો ઉતાવળ ગણાશે.

- Advertisement -

ઇન્ટરનેશનલ વ્હેલ કમિશન અનુસાર, આ વિસ્તારમાં જોવા મળતી ઇન્ડિયન ઓશન હમ્પબૅક ડૉલ્ફિન સામાન્ય રીતે આખા જીવન દરમિયાન સીસા જેવા સ્લેટી લેડ ગ્રે રંગની રહે છે.

રંગ ગુલાબી હોવા પાછળનું કારણ જણાવતાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારનો અનોખો રંગ પિગમેન્ટેશન સાથે જોડાયેલી કોઈ સ્થિતિ, ત્વચાની બનાવટ અથવા બ્લડ વેસલ દેખાવાને કારણે હોઈ શકે છે.

- Advertisement -

જોકે, વૈજ્ઞાનિક તપાસ અને વિશ્વસનીય અભ્યાસ વિના તેનો રંગ આવો કેમ છે તે સ્પષ્ટ કરવું મુશ્કેલ છે. આ દુર્લભ ઘટનાએ ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારોની સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ બાયોડાયવર્સિટીને ઉજાગર કરી છે.

Share This Article