ઓમાનની રાજધાની મસ્કતમાં મસ્જિદ પાસે ભારે ગોળીબાર : એક ભારતીય સહિત છનાં મૃત્યુ

Reena Brahmbhatt
1 Min Read

મસ્કત, તા. 16 : ઓમાનની રાજધાની મસ્કતમાં એક મસ્જિદ નજીક ભારે ગોળીબાર થયો હતો. ઓમાનના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, આ ગોળીબારમાં એક ભારતીય નાગરિક સહિત છનાં મોત થયાં છે. આ ગોળીબારમાં માર્યા ગયેલાઓમાં ચાર પાકિસ્તાની છે. રોયલ ઓમાન પોલીસે ઓનલાઇન જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ગોળીબારમાં ઓમાનની રાજધાની મસ્કતના વાડી કબીર વિસ્તારમાં થયો હતો.

terror

- Advertisement -

આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે પોલીસે જણાવ્યું નથી. સત્તાવાર આંકડાઓ અનુસાર આ ગોળીબારમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. એક ભારતીયને ઇજાઓ પહોંચી?છે. પોલીસે જણાવ્યું કે, ગોળીબારમાં સામેલ ત્રણ બંદૂકધારી માર્યા ગયા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું આ ઘટનામાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તાનીઓ માર્યા ગયા. આ સિવાય 30 પાકિસ્તાનીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગોળીબાર બાદ મસ્કતમાં યુએસ દૂતાવાસે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકન નાગરિકોએ જાગૃત રહેવું જોઇએ અને સ્થાનિક સમાચારોનું નિરીક્ષણ કરવું જોઇએ. અમારા નાગરિકોએ સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવું જોઇએ એમ દૂતાવાસે ટ્વીટર પર પોસ્ટ કર્યું.

Share This Article