Ukraine War: રશિયાએ કિવ પર ડ્રોન અને મિસાઇલોનો વરસાદ કર્યો, કેબિનેટ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો; બે લોકોના મોત, ૧૧ ઘાયલ

Arati Parmar
1 Min Read

Ukraine War: યુક્રેનની રાજધાની પર રશિયાના ડ્રોન અને મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. આ હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ કિવમાં કેબિનેટ બિલ્ડિંગની છત પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જોકે, તાત્કાલિક સ્પષ્ટ થયું નથી કે આ ધુમાડો સીધા હુમલાનું પરિણામ હતું કે નહીં? રશિયાએ અત્યાર સુધી શહેરના કેન્દ્રમાં સરકારી ઇમારતોને નિશાન બનાવવાનું ટાળ્યું છે.

કિવ શહેર વહીવટીતંત્રના વડા તૈમુર ટાકાચેન્કોએ જણાવ્યું હતું કે મૃતકોમાં એક વર્ષનો બાળક પણ શામેલ છે, જેનો મૃતદેહ બચાવ કાર્યકરો દ્વારા કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોના જણાવ્યા અનુસાર, રશિયન ડ્રોનનો કાટમાળ સ્વિયાટોશિન્સ્કી જિલ્લામાં એક રહેણાંક ઇમારત અને કિવના ડાર્નિટ્સ્કી જિલ્લામાં બીજી ઇમારત પર પડ્યો હતો. ૧૧ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -
TAGGED:
Share This Article