US Illegal Immigrants: અમેરિકાની બોર્ડર પર ભારતીય બાળકોનો વિવાદ, 500 ઝડપાયા, ટ્રમ્પ કરશે કાર્યવાહી

Arati Parmar
4 Min Read

US Illegal Immigrants: અમેરિકા જવા માટે ગેરકાયદે એટલે કે ડંકી રૂટ બાબતે મોટાભાગના લોકો જાણે છે, પરંતુ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે અનેક ભારતીયો તેમના સંતાનોને અમેરિકાની સરહદો પર છોડીને જઈ રહ્યા છે. ભારતીયોને આશા છે કે, આવું કરવાથી તેમને અને તેમના સંતાનોને અમેરિકાનું નાગરિકત્વ મળી જશે. ફક્ત આ કારણસર તેઓ પોતાના બાળકોને મેક્સિકો-અમેરિકા કે કેનેડા-અમેરિકાની સરહદે રઝળતા મૂકી દે છે. વર્ષ 2024માં અમેરિકામાં આવા 500થી વધુ ભારતીય સગીરો પકડાયા છે, પરંતુ હવે ટ્રમ્પ સરકારે જે માતા-પિતા તેમના સંતાનોને સરહદો પર છોડીને ગઈ છે તેમની સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે.

નાગરિકતા મેળવવાની આશા

- Advertisement -

મળતી માહિતી મુજબ, ભારતીયો સહિત અનેક માતા-પિતા પોતાના 12-17 વર્ષના બાળકોને સરહદે છોડીને ગયા છે. જેમાંથી કેટલાક તો એવા બાળકો એટલા નાના છે કે, પોતાના માતા-પિતાએ આ બાળકોને પોતાના ઘરનું સરનામું લખેલી ચિઠ્ઠી લખીને સરહદે મૂકી દીધા હતા. તેવામાં એક તરફ માતા-પિતા પહેલાથી જ અમેરિકામાં ગેરકાયદે રહી રહ્યા છે અને તેમના સગીર બાળકોને પણ બોલાવી રહ્યા છે.

Share This Article