ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કહ્યું છે કે

newzcafe
1 Min Read

અશ્વિને કહ્યું કે હાર્દિકની વાપસી થશે તો મુંબઈને મોટો ફાયદો થશે


અશ્વિને કહ્યું કે હાર્દિકની વાપસી થશે તો મુંબઈને મોટો ફાયદો થશે 


ચેન્નાઈ, તા.26: ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કહ્યું છે કે જો હાર્દિક પંડયા ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે જોડાશે તો પાંચ વખતની પૂર્વ આઇપીએલ ચેમ્પિયન ટીમ માટે આ સોનામહોર જેવું બની રહેશે. હાલના રિપોર્ટ અનુસાર મુંબઈ ઇન્યિન્સ ફ્રેંચાઇઝી 1પ કરોડનો ખર્ચ કરીને હાર્દિક પંડયાની તેની ટીમમાં પરત લાવી રહી છે. જે વિશે અશ્વિન કહે છે કે જો આ સાચું હશે તો મુંબઈ કમાલનો ખેલાડી હાંસલ કરી લેશે. હાર્દિક પંડયાએ તેની આઇપીએલ કેરિયરની શરૂઆત મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમીને વર્ષ 201પમાં કરી હતી. બાદમાં 2022માં મુંબઈ ટીમે તેને રીલિઝ કરી દીધો હતો. હાર્દિકની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સ ટીમ 2022માં ચેમ્પિયન અને 2023માં રનર્સ અપ બની હતી.

Share This Article