બાંગલાદેશ અને શ્રીલંકાની ટીમો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

newzcafe
2 Min Read

બાંગલાદેશ અને શ્રીલંકા વચ્ચે મહત્વની મેચ


બાંગલાદેશ અને શ્રીલંકા વચ્ચે મહત્વની મેચ 


નવી દિલ્હી, તા. 5 : બાંગલાદેશ અને શ્રીલંકાની ટીમો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ વિશ્વકપ બાંગ્લાદેશ માટે દુ:સ્વપ્નથી ઓછો રહ્યો નથી. સતત છ હાર બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી તે પ્રથમ ટીમ હતી. આ સાથે જ શ્રીલંકાને ફરી એકવાર ટીમ ઈન્ડિયાના હાથે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આવતીકાલે રમાનારી સ્પર્ધાની 38મી મેચ બંને ટીમો માટે મહત્વની છે. બાંગલાદેશ 2025 માં યોજાનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થવાની રેસમાં જીતવા અને રહેવા માંગશે. તે જ રીતે, શ્રીલંકા જીત સાથે ટોપ 4માં પહોંચવાની થોડી આશા જીવંત રાખવા માંગશે. બંને ટીમો વચ્ચે વન-ડે ફોરમેટમાં 53 મેચ રમાઈ છે. જેમાં શ્રીલંકાએ પ્રભુત્વ જમાવ્યું છે. શ્રીલંકાની ટીમે બાંગ્લાદેશને 42 મેચમાં હરાવ્યું છે. જ્યારે બાંગ્લાદેશ માત્ર 9 મેચ જીત્યું છે. બે મેચનું પરિણામ આવ્યું ન હતું. દિલ્હીમાં અત્યાર સુધીમાં 32 વન-ડે મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બાટિંગ કરનાર ટીમે 16માં જીત મેળવી છે અને બીજી બાટિંગ કરનાર ટીમે 15 મેચ જીતી છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 238 અને બીજી ઈનિંગનો 206 છે. પાટનગરમાં પણ ઝાકળનું પરિબળ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં જે પણ ટીમ ટોસ જીતે તે પહેલા બાલિંગ કરવાનું વિચારી શકે છે. મેચ બપોરે બે વાગ્યાથી શરૂ થશે.

Share This Article