IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં કુલદીપ યાદવને બહાર કરી આ ખેલાડીને આપવી જોઈએ તક, ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ આપી જીતની ચાવી!

Arati Parmar
2 Min Read

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાનારી Champions Trophy 2025 ની Final ને લઈને ભારતના એક પૂર્વ ક્રિકેટરે કેપ્ટન રોહિતને એક સલાહ આપી છે. જેમાં તેણે ટીમમાં ફેરફાર કરવા અંગે એક સૂચન આપ્યું છે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં મતમતાંતર છે. તેમણે ચાઈનામેન બોલર કુલદીપ યાદવને ટીમમાંથી હટાવીને વોશિંગ્ટન સુંદરન સ્થાન આપવાની તરફેણ કરી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાએ ટીમ મેનેજમેન્ટને આવું કરવા માટે તર્કબધ્ધ રીતે ભલામણ કરી છે. તેમણે કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમમાં ઘણા ડાબોડી બેટર્સ છે. માટે ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર કરવાથી ભારતીય ટીમને ફાયદો થશે.

- Advertisement -

કુલદીપ યાદવના સ્થાને વૉશિંગન્ટ સુંદર?

આકાશ ચોપરાએ કહ્યું, “વોશિંગ્ટન સુંદરને શા માટે સ્કવોડમાં પસંદ કરવામાં આવ્યો? તે એક મોટો પ્રશ્ન છે. તેને પસંદ કરવા પાછળનું કારણ એ છે કે તે તમને ઓફ-સ્પિનરની ખોટ સારી રીતે પૂરી કરી આપે છે. ટીમને ઓફ-સ્પિનરની જરૂર શા માટે હોય છે? જ્યારે સામેની ટીમમાં ઘણા ડાબા ડાબોડી બેટર્સ હોય ત્યારે તમારે એની જરૂર પડે છે. હવે સીધી વાત છે કે કઈ ટીમમાં સૌથી વધુ ડાબોડી ખેલાડીઓ છે? જવાબ છે, ન્યુઝીલેન્ડ પાસે.”

આકાશ ચોપરાએ પોતાના તર્ક પર વાત કરતાં કહ્યું, ‘શું તમે કુલદીપ યાદવની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં રમાડી શકો? જો કોઈ મને ટીમમાં ફેરફાર કરવાનું કહે, તો હું ફક્ત આ જ ફેરફાર કરીશ. હું આ એક મેચ માટે કુલદીપ યાદવની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને રમાડીશ. મને કુલદીપની બોલિંગ પર ટિપ્પણી કે શંકા નથી. વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી, આ એક સારો વિકલ્પ હોઈ શકે છે. સુંદર આ જ ટીમ સામે અગાઉ સારો દેખાવ કરી ચૂક્યો છે.’

- Advertisement -

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે Champions Trophy 2025 ની ફાઇનલ અગાઉ બંને ટીમોએ ટ્રોફી જીતવા માટે કમર કસીને તૈયારી શરૂ કરી દીધી છે. ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમના ખેલાડીઓ દુબઈમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

- Advertisement -
Share This Article