India cricket selection committee changes: ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર, રૂદ્રપ્રતાપ સિંહ અને પ્રજ્ઞાન ઓઝા સિનિયર સિલેક્શન કમિટીમાં સામેલ

Arati Parmar
2 Min Read

India cricket selection committee changes: ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ લેફ્ટ-આર્મ ફાસ્ટર રૂદ્રપ્રતાપ સિંહ અને લેફ્ટ-આર્મ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટીમાં સામેલ થવાના છે. જ્યારે એસ. શરથ અને સુબ્રતો બેનર્જી આ પેનલમાંથી બહાર થવાના છે. નેશનલ સિલેક્શન કમિટીના વર્તમાન અધ્યક્ષ અજિત અગરકર છે.

રૂદ્રપ્રતાપ સિંહે ભારતના 2007 ટી20 વર્લ્ડ કપ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે છ મુકાબલામાં 12 વિકેટ ઝડપી હતી. જેમાં પાકિસ્તાન વિરૂદ્ધ ફાઈનલ મેચમાં 3 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડમાં યોજાયેલી ટેસ્ટ સીરિઝમાં પણ આકર્ષક બોલિંગથી બેટર્સને હંફાવ્યા હતા. રૂદ્રપ્રતાપ સિંહે મોટાભાગની ક્રિકેટ ઉત્તર પ્રદેશ તરફથી રમી છે.

- Advertisement -
Share This Article