INDW vs AUSW Slow Over Rate Fine: સ્લો ઓવર રેટ બદલ ભારતીય મહિલા ટીમ પર ICCનો 10% મેચ ફીનો દંડ

Arati Parmar
3 Min Read

INDW vs AUSW Slow Over Rate Fine: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ICCએ ભારેખમ દંડ ફટકાર્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવેલી IND W vs AUS Wની ત્રીજી વન-ડે મેચમાં સ્લો ઓવરના કારણે ટીમ ઇન્ડિયા પર મેચ ફીસનો 10% દંડ ફટકારવામાં આવ્યો છે.

ત્રણ મેચોની વન-ડે સીરિઝને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે 2-1થી પોતાના નામે કરી લીધી. છેલ્લી વન-ડે મેચમાં ભારતીય ટીમને 43 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હાર બાદ ભારતીય મહિલા ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે.

- Advertisement -

ICCએ ભારતીય ટીમ પર ફટકાર્યો ભારેખમ દંડ

વાસ્તવમાં ત્રીજી વન-ડે મેચ(Indian Women’s Cricket Team)માં ભારતીય મહિલા ટીમ નિર્ધારિત સમયમાં બે ઓવર ફેંકવામાં પાછળ રહી હતી. ICC ઇન્ટરનેશનલ પેનલ ઑફ મેચ રેફરીની જીએસ લક્ષ્મીએ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ પર સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકાર્યો, કારણ કે ટીમે નિર્ધારિત સમય કરતાં બે ઓવર ઓછી ફેંકી હતી.

- Advertisement -
Share This Article