IPL 2026 Orange Cap: આઈપીએલ (IPL) માં દરેક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ‘ઓરેન્જ કેપ’ આપવામાં આવે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી એડિશન 28 માર્ચ 2026 થી શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમે તમને એવા 5 દિગ્ગજ ખેલાડીઓ વિશે જણાવીશું જેમણે IPL માં રનનો અંબાર તો લગાવ્યો, પણ ક્યારેય ઓરેન્જ કેપ જીતી શક્યા નથી.
શિખર ધવન
ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી શિખર ધવન IPL માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજા નંબરે છે. તેમણે 222 મેચોમાં 6769 રન બનાવ્યા છે. આમ છતાં, ‘ગબ્બર’ ક્યારેય ઓરેન્જ કેપ પોતાના નામે કરી શક્યા નથી.
સુરેશ રૈના
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને ‘મિસ્ટર આઈપીએલ’ તરીકે જાણીતા સુરેશ રૈના સૌથી વધુ રન બનાવવાની બાબતમાં પાંચમા ક્રમે છે. તેમણે 205 મેચોમાં 5528 રન બનાવ્યા છે, પરંતુ રૈના પણ ક્યારેય ઓરેન્જ કેપ જીતી શક્યા નથી.
એમએસ ધોની
મહેન્દ્ર સિંહ ધોની IPL માં સૌથી વધુ રન બનાવવામાં છઠ્ઠા ક્રમે છે. તેમણે 278 મેચોમાં 5439 રન બનાવ્યા છે. જોકે, નીચલા ક્રમે બેટિંગ કરવા આવતા હોવાને કારણે ‘માહી’ પણ કોઈ સીઝનમાં ઓરેન્જ કેપ જીતવામાં સફળ રહ્યા નથી.
એબી ડિવિલિયર્સ
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી અને ‘મિસ્ટર 360’ એબી ડિવિલિયર્સે પણ IPL માં પોતાની શાનદાર છાપ છોડી છે. તેમણે 184 મેચોમાં 5162 રન ફટકાર્યા છે, છતાં ડિવિલિયર્સ ક્યારેય ઓરેન્જ કેપ મેળવી શક્યા નથી.
ગૌતમ ગંભીર
ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરે IPL માં 154 મેચોમાં 4217 રન બનાવ્યા છે. બે વાર પોતાની કેપ્ટનશીપમાં ટીમને ચેમ્પિયન બનાવનાર ગંભીર પણ ક્યારેય ઓરેન્જ કેપ જીતી શક્યા નથી.

