Jadumani Singh: કોમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાન પર ભારતની શાનદાર જીત, જાદુમણિ સિંહે 5-0થી નોંધાવ્યો વિજય

Arati Parmar
3 Min Read

Jadumani Singh: પાકિસ્તાની બોક્સરને હરાવ્યા બાદ કારગિલના વીરોને સમર્પિત કરી જીત, જાદુમણિ સિંહનો વીડિયો વાયરલ

Jadumani Singh: રમતનું મેદાન કોઈપણ હોય, ભારતીય ખેલાડીઓને પાકિસ્તાન સામે જીત મેળવીને એક અલગ જ સંતોષ મળે છે. આ વખતે આ તક બોક્સર જાદુમણિ સિંહના હિસ્સે આવી છે. રવિવાર એટલે કે 26 જુલાઈએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં તેમણે એક હાઈ વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનના સુમામા રહમાનને 5-0થી હરાવ્યો. જીત બાદ જાદુમણિએ કારગિલના વીરોને યાદ કર્યા. સાથે જ પોતાના સેલિબ્રેશનથી પડોશી દેશને પણ ચીડવ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

જાદુમણિ સિંહે 5-0થી ચટાડી ધૂળ

જાદુમણિ સિંહે ઓપનિંગ બેલ વાગતા જ મુકાબલામાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું. શરૂઆતમાં તેમણે વધુ પ્રહાર કરવાનું ટાળ્યું, કારણ કે તેઓ સુમામા રહમાનની રમતની શૈલીને સમજવા માંગતા હતા. એક વખત પ્રતિસ્પર્ધીની રેન્જ અને તાકાતનો અંદાજ આવી ગયા બાદ જાદુમણિએ પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો અને આક્રમક રમત સાથે રિંગમાં દબદબો જમાવ્યો. બીજા રાઉન્ડમાં તેમની ઝડપથી પાકિસ્તાની બોક્સર પરેશાન થઈ ગયો, જ્યારે ત્રીજા રાઉન્ડમાં ભારતીય ખેલાડીએ મુક્કાઓનો વરસાદ વરસાવ્યો. અંતે જજોએ એકમતથી 5-0ના સ્કોર સાથે જાદુમણિના પક્ષમાં નિર્ણય આપ્યો.

- Advertisement -

સેલિબ્રેશનથી પાકિસ્તાનને ચીડવ્યું

- Advertisement -

અંતિમ 13 સેકન્ડમાં જાદુમણિ સિંહે માત્ર પોતાનો બચાવ કર્યો. અંતિમ ઘંટ વાગ્યા બાદ જાહેરાત કરવામાં આવી કે જજોએ તેમને વિજેતા જાહેર કર્યા છે. ત્યારબાદ સમગ્ર ગ્લાસગોના SEC સેન્ટરમાં “ભારત માતા કી જય” અને “ઇન્ડિયા-ઇન્ડિયા”ના નારાઓ ગુંજી ઉઠ્યા. આ સાંભળીને જાદુમણિએ પોતાના કાન પર હાથ રાખીને વધુ જોરથી ચીસો પાડવાનો ઈશારો કર્યો. જ્યારે રેફરીએ વિજેતા તરીકે તેમનો હાથ ઊંચો કર્યો, ત્યારે સિંહે આંગળી વડે નીચે તરફ ઈશારો કરીને પાકિસ્તાની બોક્સરને ચીડવ્યો.

કારગિલના યોદ્ધાઓને સમર્પિત કરી જીત

સોનામાં સુગંધ ત્યારે ભળી જ્યારે જાદુમણિ સિંહે પોતાની જીત કારગિલના વીરોને સમર્પિત કરી. મુકાબલા બાદ તેમણે કહ્યું, “હું મારી આ જીત કારગિલના વીરોને સમર્પિત કરું છું. પાકિસ્તાન સામે જીત મેળવીને મને ખૂબ આનંદ થયો છે. ક્વાર્ટર ફાઈનલમાં હું આથી પણ વધુ સારું પ્રદર્શન કરીશ અને ભારત માટે ગોલ્ડ મેડલ જીતીશ.”

Share This Article