James Anderson knighthood: ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસનને “સર”નું બિરુદ, નાઈટહૂડ મેળવનાર બન્યા 15મા ક્રિકેટર

Arati Parmar
2 Min Read

James Anderson knighthood: ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જેમ્સ એન્ડરસનને “સર” નું બિરુદ આપવામાં આવ્યું છે. બ્રિટિશ શાહી પરિવારના સભ્ય પ્રિન્સેસ એનીએ વિન્ડસર કેસલ ખાતે આયોજિત એક સમારોહમાં એન્ડરસનને નાઈટહૂડથી સન્માનિત કર્યા હતા. ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે એપ્રિલ 2024 માં એન્ડરસનને આ સન્માન માટે નામાંકિત કર્યા હતા. એન્ડરસન 21 વર્ષ સુધી ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમ્યા હતા અને ટેસ્ટ ક્રિકેટમાં બ્રિટન માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. આ શાનદાર ક્રિકેટ કારકિર્દી માટે એન્ડરસનને “સર” નું બિરુદ આપવામાં આવ્યું છે.

એન્ડરસન પહેલા કોને આ સન્માન મળ્યું?

જેમ્સ એન્ડરસન પહેલા 14 અંગ્રેજી ક્રિકેટરોને આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. એન્ડરસન સરનો ખિતાબ મેળવનાર 15મો ક્રિકેટર બન્યો છે. એન્ડરસન પહેલા 2019 માં એન્ડ્રુ સ્ટ્રોસને આ સન્માન મળ્યું હતું. ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર એલિસ્ટર કૂકને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. એન્ડરસને 2024 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે હવે લેન્કેશાયર કાઉન્ટી માટે રમે છે.

- Advertisement -

જેમ્સ એન્ડરસનની ક્રિકેટ કારકિર્દી

જેમ્સ એન્ડરસનની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તેમણે ડિસેમ્બર 2002માં ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. એન્ડરસન જુલાઈ 2024માં લોર્ડ્સમાં નિવૃત્તિ લીધી હતી. એન્ડરસને 188 ટેસ્ટ મેચમાં 704 વિકેટ અને 194 ODIમાં 269 વિકેટ લીધી છે. એન્ડરસને પોતાની કારકિર્દીમાં ફક્ત 19 T20 મેચ રમી છે, જેમાં 18 વિકેટ લીધી છે. એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી પણ જેમ્સ એન્ડરસન અને સચિન તેંડુલકરના નામ પરથી રાખવામાં આવી છે.

- Advertisement -
Share This Article