Kieron Pollard T20 Runs: કીરોન પોલાર્ડે T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, 15 હજાર રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો

Arati Parmar
2 Min Read
Kieron Pollard T20 Runs

T20માં 15,014 રન સાથે કીરોને જોસ બટલરને આપી સીધી ટક્કર, નંબર-1થી માત્ર 48 રન દૂર

Kieron Pollard T20 Runs: આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઑલરાઉન્ડર અને તાજેતરમાં મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયેલા કીરોને પોલાર્ડનું બેટ વિશ્વભરની T20 લીગમાં હજુ પણ ધમાલ મચાવી રહ્યું છે. પોતાની આક્રમક બેટિંગ અને ઊંચા છગ્ગા માટે જાણીતા પોલાર્ડે T20 ક્રિકેટના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે. તે T20 ફોર્મેટમાં 15,000 રનનો આંકડો પાર કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે.

ILT20 2026માં મેળવી ઐતિહાસિક સિદ્ધિ

હાલમાં UAEમાં રમાઈ રહેલી ILT20 2026 લીગમાં પોલાર્ડ મુંબઈ એમિરેટ્સની કપ્તાની કરી રહ્યો છે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ડેઝર્ટ વાઇપર્સ સામે રમાયેલી મેચમાં પોલાર્ડ ભલે મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હોય, પરંતુ તેની 15 બોલમાં 15 રનની ઇનિંગ્સે તેને આ ઐતિહાસિક શિખર સુધી પહોંચાડી દીધો. પોલાર્ડના નામે હવે T20 ક્રિકેટની 672 ઇનિંગ્સમાં 15,014 રન નોંધાયા છે. આ દરમિયાન તેની સરેરાશ 31.67 રહી છે, જ્યારે તેણે લગભગ 150ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી બોલરોની ધુલાઈ કરી છે. પોતાની લાંબી T20 કારકિર્દીમાં પોલાર્ડે 2 સદી અને 71 અડધી સદી ફટકારી છે.

- Advertisement -

T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 બેટ્સમેન

ક્રમબેટ્સમેનદેશT20 રન
1જોસ બટલરઇંગ્લેન્ડ15,062
2કીરોને પોલાર્ડવેસ્ટ ઇન્ડિઝ15,014
3એલેક્સ હેલ્સઇંગ્લેન્ડ14,581
4ક્રિસ ગેલવેસ્ટ ઇન્ડિઝ14,562
5ડેવિડ વોર્નરઑસ્ટ્રેલિયા14,411

નંબર-1ના સ્થાન પર રહેલા જોસ બટલરને સીધો પડકાર

T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે હાલમાં ઇંગ્લેન્ડનો દિગ્ગજ વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર ટોચ પર છે. તેના નામે 15,062 રન નોંધાયેલા છે. જોકે, 15,014 રન સુધી પહોંચી ચૂકેલો કીરોને પોલાર્ડ હવે બટલરથી માત્ર 48 રન પાછળ છે. પોલાર્ડ જે ફોર્મમાં રમી રહ્યો છે તે જોતાં તે ખૂબ જ ટૂંક સમયમાં બટલરને પાછળ છોડીને T20 ક્રિકેટનો સર્વકાલીન નંબર-1 બેટ્સમેન બની શકે છે.

- Advertisement -
Share This Article