નવી દિલ્હી, તા. 24 : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલએ પત્ની સાથે મળીને `િક્રકેટ ફોર ચેરિટી’ નિલામીની યજમાની કરી હતી, જેનો હેતુ વંચિત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના વિપલા ફાઉન્ડેશનના મિશનનું સમર્થન કરવાનો હતો. શુક્રવારે મુંબઈમાં આયોજિત નિલામીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મોટા નામોએ પોતાની યાદગાર વસ્તુઓ દાન કરી હતી, જેમાં સૌથી મોંઘી કિંગ કોહલીની જર્સી રહી હતી, જે રોહિત શર્મા અને એમએસ ધોનીના બેટ કરતાં પણ મોંઘી વેચાઈ હતી.

વિરાટ કોહલીની જર્સીને 40 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. નિલામીમાં કુલ 1.93 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવી હતી. વિરાટ કોહલીનું યોગદાન માત્ર જર્સી સુધી સીમિત નહોતું. તેના ગ્લોવ્ઝ પણ આકર્ષક રહ્યા હતા, જેને 28 લાખમાં વેચવામાં આવ્યા હતા. રોહિત શર્માનું બેટ 24 લાખમાં વેચાયું હતું. ભારત અને ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું બેટ નિલામીમાં 13 લાખ રૂપિયામાં વેચાયું હતું. આ ઉપરાંત રાહુલ દ્રવિડના બેટના 11 લાખ રૂપિયા આવ્યા હતા. કેએલ રાહુલની જર્સી પણ 11 લાખ રૂપિયામાં વેચાઈ હતી.

