Manjot Kalra arrest: વર્લ્ડ કપ વિજેતા અને ગિલના સાથી મનજોત કાલરાની શ્રીલંકામાં લાંચ કેસમાં ધરપકડ

Arati Parmar
2 Min Read

Manjot Kalra arrest: લંકા પ્રીમિયર લીગ (LPL) ફ્રેન્ચાઈઝી જાફના કિંગ્સના સહ-માલિક અને ભારતના એક પૂર્વ અંડર-19 ક્રિકેટરની શુક્રવારે શ્રીલંકાની રમત ભ્રષ્ટાચાર વિરોધી તપાસ એકમ દ્વારા એક ખેલાડીને લાંચ આપવાનો પ્રયાસ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ ટૂર્નામેન્ટના છઠ્ઠા તબક્કાની શરૂઆત થવાના થોડા કલાકો પહેલા થઈ હતી.

મનજોત કાલરાની કરી ધરપકડ

- Advertisement -

તેમાં શંકાસ્પદ મનજોત કાલરા છે જેમણે 2018 અંડર-19 ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલમાં સદી ફટકારી હતી જેનાથી ટીમ આ મેચ જીતી ગઈ હતી. તેમને રમતો સાથે જોડાયેલા ગુનાઓની રોકથામ માટે પોલીસ વિશેષ તપાસ એકમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા હતા. 27 વર્ષના કાલરાએ રમત ઉદ્યોગસાહસિકતામાં પગલાં માંડતા આ વર્ષની શરૂઆતમાં જાફના કિંગ્સ ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કર્યું હતું.

મનજોત પર લાગ્યો મોટો આરોપ

- Advertisement -

શ્રીલંકન પોલીસ અનુસાર કાલરા પર ટૂર્નામેન્ટના સંદર્ભમાં પૈસાની લાલચ આપીને એક ખેલાડીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. તપાસકર્તાઓએ જણાવ્યું કે ખેલાડીએ લગભગ 10 દિવસ પહેલા સંપર્ક કરવામાં આવ્યા પછી અધિકારીઓને સૂચિત કર્યા હતા, ત્યારબાદ શુક્રવારે આ ધરપકડ થઈ હતી.

3 ખેલાડીઓએ નોંધાવી ફરિયાદ

- Advertisement -

પોલીસે જણાવ્યું કે શ્રીલંકાના ખેલાડીઓ ભાનુકા રાજપક્ષે, અવિષ્કા ફર્નાન્ડો અને દુનિથ વેલ્લાલાગેએ ફરિયાદ નોંધાવી હતી. આ ત્રણેય ખેલાડીઓ જાફના કિંગ્સ ફ્રેન્ચાઈઝી માટે રમે છે. આ ધરપકડ LPL 2026ના પહેલા દિવસે થઈ હતી જ્યારે જાફના કિંગ્સની ટીમ ગૉલ ગેલન્ટ્સ સાથે મેચ રમી રહી હતી. પાંચ ટીમ વાળી આ ટૂર્નામેન્ટમાં 24 મેચ રમાશે અને તે આઠ ઓગસ્ટે ખતમ થશે.

LPLમાં સતત આવતા આવા કિસ્સા

LPLમાં છેલ્લા કેટલાક સમયથી મેચ ફિક્સિંગ, લાંચ આપવા અને ભ્રષ્ટાચારના આરોપ લાગતા રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકાની એક અદાલતે અન્ય એક LPL ફ્રેન્ચાઈઝીના માલિકને ચાર વર્ષની જેલની સજા સંભળાવી હતી અને તેમના પર દંડ પણ લગાવવામાં આવ્યો હતો, જ્યારે તેમણે એક ખેલાડીને સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ માટે સામેલ કરવાનો પ્રયાસ કરવાની વાત સ્વીકારી હતી. શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે ટૂર્નામેન્ટ કોઈપણ અવરોધ વગર નક્કી કાર્યક્રમ અનુસાર ચાલુ રહેશે.

Share This Article