India compound archery gold: ભારતીય પુરુષોની કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે રવિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફ્રાન્સને હરાવ્યું અને આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો. ઋષભ યાદવ, અમન સૈની અને પ્રથમેશ ફુગેની ત્રિપુટીએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટાઇટલ મેચમાં ફ્રાન્સને 235-233 ના માર્જિનથી હરાવ્યું. ભારતે ફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયા, યુએસએ અને તુર્કી પર પણ પ્રભાવશાળી જીત નોંધાવી હતી.
જ્યોતિ-ઋષભની મિશ્ર ટીમને રજત ચંદ્રક મળ્યો
અગાઉ, જ્યોતિ સુરેખા વેન્નમ અને ઋષભ યાદવની મિશ્ર ટીમ જોડીને ફાઇનલમાં નેધરલેન્ડ્સ સામે 155-157 થી હાર બાદ રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ 23 વર્ષીય ઋષભે ત્યારબાદ સૈની અને પ્રથમેશ સાથે પુરુષોની કમ્પાઉન્ડ ટીમ ટાઇટલ જીત્યું. ત્રીજા સેટ પછી સ્કોર ૧૭૬-૧૭૬ પર બરાબરી પર હતો, પરંતુ બીજા ક્રમાંકિત ભારતીય ટીમે નિર્ણાયક રાઉન્ડમાં ૫૯ પોઈન્ટ બનાવ્યા જ્યારે ફ્રાન્સ ફક્ત ૫૭ પોઈન્ટ જ બનાવી શક્યું. આમ ભારતે ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીત્યો.

