IND W vs PAK W: મહિલા એશિયા કપ 2026: ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહામુકાબલો, હેડ ટુ હેડમાં કઈ ટીમ આગળ

Arati Parmar
2 Min Read

IND W vs PAK W: વિમન્સ એશિયા કપ 2026ની 9મી મેચમાં ભારતનો મુકાબલો શનિવારે પાકિસ્તાન સામે થશે. બંને ટીમો વચ્ચે આ મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાકિસ્તાન સામે પોતાનો શાનદાર રેકોર્ડ આ મુકાબલામાં પણ જાળવી રાખવા ઇચ્છશે. ભારતીય ટીમ માટે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં બધું જ યોગ્ય રહ્યું છે. થાઈલેન્ડને પ્રથમ મેચમાં હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ હોંગકોંગને 137 રનથી હરાવ્યું. બેટિંગમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડી શાનદાર ફોર્મમાં છે. મંધાનાએ હોંગકોંગ સામે સદીની ઇનિંગ્સ રમી હતી, જ્યારે શેફાલીએ થાઈલેન્ડ સામે અડધી સદી ફટકારી હતી.

હેડ ટુ હેડમાં ટીમ ઈન્ડિયા હાવી

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ 17 T20 ઇન્ટરનેશનલ મુકાબલા રમાયા છે. તેમાં 14 મુકાબલામાં હરમનપ્રીત અને કંપનીએ જીત નોંધાવી છે, જ્યારે પાકિસ્તાનને 3 મુકાબલામાં જીત મળી છે. બંને ટીમો વચ્ચે છેલ્લો મુકાબલો મહિલા T20 વર્લ્ડ કપમાં થયો હતો, જ્યાં ભારતીય ટીમે 64 રનથી જીત નોંધાવી હતી. ભારતીય મહિલા ટીમને T20 ઇન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે છેલ્લી હાર 2022માં એશિયા કપમાં જ મળી હતી.

- Advertisement -

પાકિસ્તાને વિમન્સ એશિયા કપ 2026ની શરૂઆત થાઈલેન્ડને 35 રનથી હરાવીને કરી છે. બેટિંગમાં મુનીબા અલીએ થાઈલેન્ડ સામે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જોકે, તેમને છોડીને ટીમની બાકીની બેટર્સ રન માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. બોલિંગમાં સાદિયા ઇકબાલે માત્ર 11 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી હતી, જ્યારે તુબા હસને પણ 2 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પિચ અત્યાર સુધી સ્પિન બોલર્સ માટે મદદરૂપ રહી છે.

ભારત: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચરણાની, ક્રાંતિ ગૌડ, જી કમલિની, રેણુકા સિંહ ઠાકુર, અરુન્ધતિ રેડ્ડી, રાધા યાદવ.

- Advertisement -

પાકિસ્તાન: મુનીબા અલી (વિકેટકીપર), શાવાલ ઝુલ્ફિકાર, ગુલ ફિરોઝા, આયેશા જાફર, સદફ શમાસ, ફાતિમા સના (કેપ્ટન), ઉમ્મ-એ-હાની, એયમાન ફાતિમા, તુબા હસન, નશરા સંધુ, સાદિયા ઇકબાલ, સાયરા જબીન, મોમિના રિયાસત, ઈમાન નસીર, વાહિદા અખ્તર.

- Advertisement -
Share This Article