15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું મોટું લક્ષ્ય, T20માં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવા માંગે છે
Vaibhav Suryavanshi Bucket List: ટીમ ઇન્ડિયાના યુવા બેટર વૈભવ સૂર્યવંશી એક ઓવરમાં 6 સિક્સ ફટકારવા માંગે છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની T20 સિરીઝ પહેલાં તેમણે ખુલાસો કર્યો કે તેમનું બીજું લક્ષ્ય સૌથી ઝડપી સદી ફટકારવાનું છે. 15 વર્ષના વિસ્ફોટક બેટરે મોટા મોટા બોલર્સ સામે લાંબી સિક્સ ફટકારી છે, પરંતુ સૌથી લાંબી સિક્સ ફટકારવી તેમની બકેટ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.
વૈભવ સૂર્યવંશીની બકેટ લિસ્ટ
- એક ઓવરમાં છ સિક્સ ફટકારવી.
- T20માં સૌથી ઝડપી સદી ફટકારવી.
- ક્રિકેટ ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારવી.
- T20માં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવી.
- છેલ્લી ઓવરમાં સિક્સ ફટકારીને ટીમને જીત અપાવવી.
- શાનદાર કેચ પકડવો, જેને ક્રિકેટ ઇતિહાસમાં યાદ કરવામાં આવે.
વૈભવની કારકિર્દી કેવી રહી?
15 વર્ષના વૈભવે અત્યાર સુધી ભારત માટે 8 T20 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 132 બોલનો સામનો કર્યો છે અને તેમના બેટમાંથી કુલ 246 રન નીકળ્યા છે. તેમનો બેસ્ટ સ્કોર 81 રન રહ્યો છે. વૈભવે દેશ માટે T20માં 30.75ની સરેરાશ અને 186.37ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. તેઓ 22 ચોગ્ગા અને 18 સિક્સ ફટકારી ચૂક્યા છે. તેમણે 2 વખત અડધી સદીની ઇનિંગ્સ રમી છે. એશિયન ગેમ્સ દરમિયાન પણ વૈભવે મુશ્કેલ પિચ પર ઝડપથી રન બનાવ્યા હતા. શ્રીલંકા સામેની સેમિફાઇનલ મેચમાં તેમણે 21 બોલમાં 38 રનની ઇનિંગ્સ રમી હતી.
Vaibhav Sooryavanshi is ready to manifest some BIG T20I moments! 😎🏏
Will his No. 1 pick stay on top? 👇
Watch him in #INDvWI, 1st T20I 👉 TUE, 6th OCT, 6 PM https://t.co/gu6aFAjkR2
— Star Sports (@StarSportsIndia) October 5, 2026
IPLમાં મોટા બોલર્સને ફટકારીને બન્યા સ્ટાર
વૈભવ સૂર્યવંશીએ IPLમાં ઘણા સ્ટાર બોલર્સ સામે સરળતાથી મોટા શોટ ફટકાર્યા હતા. ત્યાર બાદ જ તેઓ ક્રિકેટ જગતમાં લોકપ્રિય બન્યા. 23 IPL મેચમાં તેમણે 449 બોલનો સામનો કર્યો છે અને 1028 રન બનાવી ચૂક્યા છે. તેમનો બેસ્ટ સ્કોર 103નો છે. વૈભવે IPLમાં 44.7ની સરેરાશ અને 228.96ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. તેમના બેટમાંથી 81 ચોગ્ગા અને 96 સિક્સ નીકળી ચૂકી છે. તેમણે IPLમાં 6 અડધી સદી અને 2 સદી ફટકારી છે.

