Shreyas Iyer T20 Record: શ્રેયસ અય્યરે તોડી નાખ્યો MS ધોનીનો મોટો રેકોર્ડ, T20 ક્રિકેટમાં આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી

Arati Parmar
2 Min Read

Shreyas Iyer T20 Record: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 ઇન્ટરનેશનલ શ્રેણીની ત્રીજી મેચમાં ભારતીય ટીમે 14 રનથી શાનદાર જીત નોંધાવી. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં મળેલી આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે એક એવો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો, જેણે તેમને દિગ્ગજ ભારતીય કેપ્ટનોની યાદીમાં સૌથી ઉપર સ્થાન અપાવ્યું છે. શ્રેયસ અય્યરે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન MS ધોનીનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

T20 કેપ્ટનશિપમાં સૌથી વધુ 200થી વધુ રન બનાવવાનો રેકોર્ડ

શ્રેયસ અય્યર હવે T20 ક્રિકેટના ઇતિહાસમાં પોતાની કેપ્ટનશિપ હેઠળ સૌથી વધુ વખત 200 કે તેથી વધુ રન બનાવનારી ટીમોના કેપ્ટનોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયા છે. શ્રેયસે અત્યાર સુધી કુલ 133 T20 મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં તેમની ટીમે 37 વખત 200 કે તેથી વધુનો સ્કોર નોંધાવ્યો છે. આ મામલે તેમણે MS ધોનીને પાછળ છોડી દીધા છે, જેમની કેપ્ટનશિપ હેઠળ 331 મેચ દરમિયાન 36 વખત 200થી વધુ રન બન્યા હતા.

- Advertisement -

T20 ક્રિકેટમાં આ કેપ્ટનોના નેતૃત્વ હેઠળ ટીમે સૌથી વધુ વખત બનાવ્યા 200થી વધુ રન

  • શ્રેયસ અય્યર: 37 વખત (133 મેચ)

  • MS ધોની: 36 વખત (331 મેચ)

  • વિરાટ કોહલી: 29 વખત (193 મેચ)

  • ફાફ ડુ પ્લેસિસ: 27 વખત (235 મેચ)

  • રોહિત શર્મા: 25 વખત (225 મેચ)

શ્રેયસની કેપ્ટનશિપની સફર શાનદાર રહી

શ્રેયસ અય્યરે આ જ વર્ષે ભારતીય T20 ટીમની કમાન સંભાળી હતી. શરૂઆતના તબક્કામાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી ગુમાવ્યા બાદ શ્રેયસની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી. ભારતે પહેલાં ઝિમ્બાબ્વેને 3 મેચની શ્રેણીમાં હરાવ્યું, ત્યારબાદ અફઘાનિસ્તાનનો 3-0થી સફાયો કર્યો. આ પછી એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરતાં ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે વેસ્ટ ઇન્ડિઝ સામે ચાલી રહેલી 5 મેચની શ્રેણીમાં પણ ભારતીય ટીમ 2-1થી આગળ ચાલી રહી છે.

- Advertisement -
Share This Article