એ રાત્રે વીનેશ પર જીવનું જોખમ હતું… જાણો કારણ

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 16 : વિનેશ ફોગાટનું ઓલિમ્પિક રજત ચંદ્રક જીતવાનું સપનું તૂટયા બાદ પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ (સીએએસ) દ્વારા ભારતીય મહિલા કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટને સંયુકતરૂપે સિલ્વર મેડલ આપવાની અરજી નકારી દેવામાં આવી હતી. આ પછી 29 વર્ષીય વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તે સૂતેલી જોવા મળે છે અને માથા પર હાથ રાખ્યા છે. ફોટાને કોઇ કેપ્શન આપ્યું નથી. જો કે આ તસવીર જોતા એ સ્પષ્ટ થાય છે કે તે પીડા અને વ્યથામાં છે.

vinesh phogat fogat

- Advertisement -

આ તસવીર પેરિસ ઓલિમ્પિકના પ0 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તીના રાઉન્ડ-16 મુકાબલામાં જાપાનની ચેમ્પિયન યુઇ સુસાકીને પછાડયા બાદની છે. આ દરમિયાન વિનેશ ફોગાટના હંગેરિય કોચ વોલર અકોસે જણાવ્યું કે ફાઇનલ પૂર્વેની રાત્રે વિનેશની જાન જોખમમાં હતી. વજન ઓછું કરવા ઘણા કાર્ડિયાક મિશન પર કસરત કરાવી. એક તબકકે તો વિનેશ થાકીને પડી ગઇ હતી. છતાં તેણે મહેનત ચાલુ રાખી હતી. વિનેશની રજત ચંદ્રકની અરજી સ્પોર્ટસ કોર્ટે ઠુકરાવ્યા બાદ જુદી જુદી ખેલ હસ્તીઓએ કહ્યંy કે વિનેશ તમે ચેમ્પિયન છો અને આખો ભારત દેશ આપની સાથે છે.

Share This Article