Vaibhav Suryavanshi IPL Record: ચોગ્ગા-છગ્ગાની સુનામીમાં વહી ગયો આન્દ્રે રસેલનો રેકોર્ડ, વૈભવ સૂર્યવંશીએ 400 રન ફટકારીને લખ્યો નવો ઇતિહાસ

Arati Parmar
2 Min Read

Vaibhav Suryavanshi IPL Record: વૈભવ, વૈભવ અને માત્ર વૈભવ… અત્યારે દરેક જગ્યાએ આ જ નામની ચર્ચા થઈ રહી છે. 15 વર્ષના આ ક્રિકેટરે દરેકને પોતાના દીવાના બનાવી દીધા છે. વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2026 માં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે અને તોફાની અંદાજમાં રન બનાવી રહ્યા છે. ગત 28 એપ્રિલે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના મુકાબલામાં પણ સૂર્યવંશીનું બેટ બોલ્યું હતું.

RR ના ઓપનર વૈભવ સૂર્યવંશીએ પંજાબ કિંગ્સ સામે 16 બોલમાં 43 રન બનાવ્યા. તેમણે પોતાની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યવંશીનો સ્ટ્રાઈક રેટ 268.85 નો રહ્યો હતો. જોકે તેમણે આ ઈનિંગથી આઈપીએલમાં વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

- Advertisement -

વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ

હકીકતમાં, વૈભવ સૂર્યવંશીના આઈપીએલ 2026 માં 400 રન પૂરા થઈ ગયા છે. તેઓ કોઈપણ આઈપીએલ સીઝનમાં સૌથી ઓછા બોલમાં 400 રન બનાવનારા ખેલાડી બની ગયા છે. સૂર્યવંશીએ આ પરાક્રમ 167 બોલમાં કર્યું છે. જોકે આ પહેલા આ રેકોર્ડ દિગ્ગજ આન્દ્રે રસેલના નામે હતો. તેમણે 2019 માં 188 બોલમાં 400 રન પૂરા કર્યા હતા.

આઈપીએલ 2026 માં વૈભવ સૂર્યવંશીએ 9 મેચમાં 44.44 ની સરેરાશ અને 238.10 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 400 રન ફટકાર્યા. તેમના બેટથી આ સીઝનમાં અત્યાર સુધી 34 ચોગ્ગા અને 37 છગ્ગા જોવા મળ્યા છે. તેમની પાસે ઓરેન્જ કેપ પણ છે.

- Advertisement -

આઈપીએલમાં એક સીઝનમાં સૌથી ઝડપી 400 રન બનાવનારા ખેલાડી

  • 167 બોલ – વૈભવ સૂર્યવંશી (2026)

  • 188 બોલ – આન્દ્રે રસેલ (2019)

  • 195 બોલ – અભિષેક શર્મા (2024)

  • 197 બોલ – નિકોલસ પૂરન (2025)

  • 200 બોલ – ગ્લેન મેક્સવેલ (2014)

આ ઉપરાંત પંજાબ અને રાજસ્થાનની મેચની વાત કરીએ તો પંજાબે RR ને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે રાજસ્થાને 19.2 ઓવરમાં 6 વિકેટ બાકી રહેતા ચેઝ કરી લીધો હતો.

Share This Article