AI Job Displacement Risks: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના આગમન પછી સતત એવી ચર્ચા થઈ રહી છે કે તે માનવીઓ દ્વારા કરવામાં આવતા મોટાભાગના કાર્યોની જગ્યા લઈ લેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી કંપનીઓએ તેમના સંચાલનમાં AIનો ઉપયોગ વધારીને માનવ કર્મચારીઓની છટણી પણ કરી છે. હવે ૨૦૨૫ પૂર્ણ થઈ રહ્યું છે અને ૨૦૨૬ બસ આવવાનું જ છે, ત્યારે લોકોના મનમાં સવાલ છે કે શું AI વધુ એડવાન્સ થવાથી નોકરીઓ ખતમ થઈ જશે?
ટેક દિગ્ગજ માઈક્રોસોફ્ટે એક લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં એવી ૪૦ નોકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે AI નિઃશંકપણે ખતમ કરી શકે છે. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જેફ્રી હિન્ટનથી લઈને ઘણા એઆઈ સંશોધકો ચિંતિત છે કે મશીન માનવીય નોકરીઓ છીનવી લેશે. એક અભ્યાસ મુજબ, જે નોકરીઓ લેંગ્વેજ, ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ, એનાલિસિસ અને કોમ્યુનિકેશન પર વધુ નિર્ભર છે, તેના પર સૌથી વધુ ખતરો છે.
AI થી આ ૪૦ નોકરીઓ પર છે જોખમ:
માઈક્રોસોફ્ટના લિસ્ટ મુજબ નીચેના ક્ષેત્રોમાં કામ કરતા લોકોએ સાવધ રહેવાની જરૂર છે:
૧. ઇન્ટરપ્રીટર્સ અને ટ્રાન્સલેટર (ભાષાંતરકાર) ૨. ઇતિહાસકાર ૩. પેસેન્જર એટેન્ડન્ટ ૪. સર્વિસ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ ૫. લેખક અને સાહિત્યકાર ૬. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ ૭. CNC ટૂલ પ્રોગ્રામર ૮. ટેલિફોન ઓપરેટર ૯. ટિકિટ એજન્ટ અને ટ્રાવેલ ક્લર્ક ૧૦. બ્રોડકાસ્ટ એનાઉન્સર અને રેડિયો DJ ૧૧. બ્રોકરેજ ક્લર્ક ૧૨. ફાર્મ અને હોમ મેનેજમેન્ટ પ્રશિક્ષક ૧૩. ટેલીમાર્કેટર ૧૪. કેરટેકર ૧૫. પોલિટિકલ સાયન્ટિસ્ટ (રાજકીય વૈજ્ઞાનિક) ૧૬. સમાચાર વિશ્લેષક ૧૭. રિપોર્ટર અને જર્નાલિસ્ટ (પત્રકાર) ૧૮. મેથેમેટિશિયન (ગણિતશાસ્ત્રી) ૧૯. ટેકનિકલ રાઈટર ૨૦. પ્રૂફરીડર અને કોપી માર્કર ૨૧. હોસ્ટ અને હોસ્ટેસ ૨૨. એડિટર ૨૩. બિઝનેસ ટીચર ૨૪. પબ્લિક રિલેશન એક્સપર્ટ ૨૫. પ્રોડક્ટ પ્રમોટર ૨૬. એડવર્ટાઈઝિંગ સેલ્સ એજન્ટ ૨૭. એકાઉન્ટ ક્લર્ક ૨૮. સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ ૨૯. કાઉન્ટર અને રેન્ટલ ક્લર્ક ૩૦. ડેટા સાયન્ટિસ્ટ ૩૧. પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝર ૩૨. આર્કાઇવિસ્ટ (અભિલેખપાલ) ૩૩. ઇકોનોમિક ટીચર ૩૪. વેબ ડેવલપર ૩૫. મેનેજમેન્ટ એનાલિસ્ટ ૩૬. જિયોગ્રાફર (ભૂગોળવિદ) ૩૭. મોડેલ ૩૮. માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ ૩૯. પબ્લિક સેફ્ટી ટેલિકોમ્યુનિકેશન ૪૦. સ્વીચબોર્ડ ઓપરેટર અને લાયબ્રેરી સાયન્સ ટીચર

