China’s Deepseek AI: ચીનના Deepseek AI મોડલથી અમેરિકામાં ચિંતાનો માહોલ!

Arati Parmar
2 Min Read

China’s Deepseek AI: તાજેતરના સમયમાં વિવિધ દેશોમાં AI ને લઈને દોડધામ ચાલી રહી છે. વિશ્વનો દરેક મોટો દેશ હાલમાં AI ટેકનોલોજીમાં આગળ વધવા માંગે છે. રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ટેકનોલોજી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેમણે 500 બિલિયન ડોલરના બજેટ સાથે સ્ટારગેટ ઓપન એઆઈ નામના પ્રોજેક્ટની જાહેરાત કરી. આ પ્રોજેક્ટ AI ટેકનોલોજીમાં ચીનના વધતા પગલાઓને રોકવા માટે હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન ચીનના એક પગલાએ આખા અમેરિકાને હચમચાવી નાખ્યું છે.

ચીને Deepseekનું AI મોડેલ રજૂ કર્યું. Deepseekનું AI મોડેલ ઓપન AI અને મેટા પ્લેટફોર્મ દ્વારા બનાવવામાં આવેલા મોડેલો કરતા ઓછા ખર્ચે બનાવવામાં આવ્યું છે. Qihoo 360ના સીઈઓ ઝોઉ હોંગયીએ જણાવ્યું હતું કે Deepseek એ દુનિયા બદલી નાખશે. તો ગેમ ડેવલપર ફેંગજીએ કહ્યું કે ડીપસીક ચીનનું ભાગ્ય બદલી શકે છે.

- Advertisement -

Nvidia ને મોટું નુકસાન થયું

Nvidia એ AI પર કામ કરતી વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક છે. આ કંપનીના શેરમાં 17 ટકાનો જંગી ઘટાડો થયો છે. મીડિયા અહેવાલમાં જણાવ્યું છે કે આ ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપમાં 590 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. અમેરિકન શેરબજારમાં કોઈ કંપનીને આટલું મોટું નુકસાન થયું નથી. તાજેતરના સમયમાં Nvidia ના શેરમાં સતત વધારો જોવા મળ્યો છે, પરંતુ DeepSeek ને કારણે હવે તેના ભવિષ્ય અંગે અનિશ્ચિતતા છે.

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મિયામીમાં રિપબ્લિકન કોંગ્રેસનલ મીટિંગમાં જણાવ્યું કહ્યું હતું કે સસ્તું ચીની AI મોડેલ Deepseek અમેરિકન કંપનીઓ માટે ચેતવણી છે કારણ કે તેના ઉદભવથી ટેકનોલોજી કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો થયો છે.આશા છે કે ચીની કંપની દ્વારા Deepseek AIનું લોન્ચિંગ આપણા ઉદ્યોગોને યાદ અપાવશે કે આપણે જીતવા માટે સ્પર્ધા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

- Advertisement -
Share This Article