રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધું
હવે Jio યુઝર્સને તેના પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ વેલીડીટી વાળા રિચાર્જ પ્લાન મળશે. જેમાં એક પ્લાન એવો પણ છે જેમાં સૌથી ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી ઓફર કરવામાં આવી છે. વેલીડીટી સાથે આ પ્લાનમાં અન્ય બેનિફિટ્સ પણ મળે છે.
દેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો તેના સસ્તા અને વધારે બેનિફિટ વાળા રિચાર્જ પ્લાન માટે જાણીતી છે. Jio ના પોર્ટફોલિયોમાં યુઝર્સને લોંગ ટોપ વેલીડીટીના અનેક રિચાર્જ પ્લાન મળે છે. આ રિચાર્જ પ્લાનમાંથી સૌથી બેસ્ટ રિચાર્જ પ્લાન વિશે આજે તમને જણાવીએ. આ રિચાર્જ પ્લાનમાં તમને ઓછી કિંમતે વધારે વેલીડીટી અને અન્ય બેનિફિટ મળશે. તો ચાલો તમને આ પ્લાન વિશે વિસ્તારમાં જણાવીએ.
રિલાયન્સ જીયોએ અલગ અલગ પ્રાઇઝ રેન્જમાં અનેક રિચાર્જ પ્લાન ઓફર કર્યા છે. જે બધા જ અલગ અલગ બેનિફિટ્સ સાથે આવે છે. બધા જ પ્લાનમાં ડેટા બેનિફિટ, વેલીડીટી અને કોલિંગના બેનિફિટ અલગ અલગ હોય છે.
રિલાયન્સ જિયોનો સૌથી વધુ વેલીડીટીવાળો પ્લાન
જે પ્લાનની અહીં વાત થઈ રહી છે તે છે 1899 નો રિચાર્જ પ્લાન. આ રિચાર્જ પ્લાનમાં તમને 336 દિવસ એટલે કે 11 મહિનાની વેલીડીટી મળે છે. આ પ્લાનમાં રિચાર્જ કરીને તમે 11 મહિના સુધી દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટથી બચી શકો છો. આ પ્લાનમાં કુલ 24 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. જેમાં તમે હાઈ સ્પીડ ઇન્ટરનેટ યુઝ કરી શકો છો.
Reliance jio નો આ પ્લાન અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. એટલે કે તમે ભારતમાં કોઈ પણ નેટવર્ક પર ઈચ્છા હોય એટલું કોલિંગ કરી શકો છો. આ સિવાય દેશભરના કોઈપણ નેટવર્કમાં 3,600 એસએમએસ ફ્રી કરી શકો છો. આ રિચાર્જ પ્લાનમાં યુઝરને જીઓ ટીવી, જીઓ સિનેમા અને જીઓ ક્લાઉડનું ફ્રીસ સબક્રિપ્શન પણ મળે છે.
જો તમને પણ વધારે ડેટાની જરૂર ન હોય પણ તમે લાંબી વેલીડીટી વાળો પ્લાન શોધી રહ્યા છો તો રિલાયન્સ નો આ પ્લાન તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન જીઓ વેબસાઈટના વેલ્યુ સેક્શનમાં મળી જાય છે.

