પાલઘરમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા, મુંબઈ-ગુજરાત રેલવે સેવા પ્રભાવિત

Reena Brahmbhatt
1 Min Read

સમારકામની કામગીરી પૂર્ણ કર્યા બાદ ટૂંક સમયમાં સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી શક્યતા છે.

મુંબઈ, 28 મે. પાલઘર રેલ્વે સ્ટેશન પાસે સ્ટીલની કોઇલ વહન કરતી માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મુંબઈ અને ગુજરાત વચ્ચેની રેલ્વે સેવા પ્રભાવિત થઈ છે. ઘટના સ્થળે મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં સમારકામની કામગીરી પૂર્ણ કર્યા બાદ સેવાઓ પુનઃસ્થાપિત થવાની સંભાવના છે.

- Advertisement -

train derail mumbai palghar surat

પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે સ્ટીલના કોઇલથી ભરેલી માલગાડી પનવેલ તરફ જઇ રહી હતી. પાલઘર સ્ટેશન નજીક મંગળવારે સાંજે 5.08 કલાકે અચાનક માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને માલગાડી પર લોડ થયેલ સ્ટીલની કોઇલ બાજુની લૂપ લાઇન (સ્લાઇડિંગ ટ્રેક) પર પડી. આ સાથે રેલવે ટ્રેકને પણ નુકસાન થયું હતું. સમારકામની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. આ માર્ગ પર ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક સુધી વાહન વ્યવહાર બંધ રહે તેવી શક્યતા છે.

- Advertisement -
Share This Article