Chabahar Port Strategy: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર ૨૫% વધારાનો ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. આનાથી એ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું ભારત અમેરિકાના દબાણમાં ઈરાનના ચાબહાર બંદરથી પાછળ હટી શકે છે. જોકે વિદેશ મંત્રાલયે આ વાતને ફગાવી દીધી છે. ચાબહાર માત્ર એક બંદર નથી, પરંતુ ભારતની વ્યૂહાત્મક, રાજદ્વારી અને આર્થિક જરૂરિયાત છે. અમેરિકી દબાણ છતાં ભારત આનાથી પાછળ હટવા માંગતું નથી, કારણ કે તે ભારતને પશ્ચિમ અને મધ્ય એશિયામાં મજબૂત સ્થિતિ આપે છે.
ચાબહાર પોર્ટ ક્યાં છે?
ચાબહાર ઈરાનના દક્ષિણ-પૂર્વી કિનારે, ઓમાનની ખાડીના મુખ પર આવેલું છે. આ ઈરાનનું પ્રથમ ઊંડા પાણીનું બંદર છે.
કેમ ખાસ છે આ બંદર?
તે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે. પાકિસ્તાનને બાયપાસ કરીને ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે જોડે છે. ચીન-પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સામે ભારતનું સંતુલન જાળવી રાખે છે.
ભારતની ચાબહારમાં શું ભૂમિકા?
૨૦૦૨-૦૩ માં ભારતની ભાગીદારીથી આ શરૂઆત થઈ હતી. ૨૦૧૬ માં ભારત-ઈરાન-અફઘાનિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી થઈ હતી.
૧૨ કરોડ ડોલર: ભારત દ્વારા સાધનસામગ્રી પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવાઈ છે.
૨૫ કરોડ ડોલર: ક્રેડિટ લાઇન આપવાનો કરાર પણ કરવામાં આવ્યો છે.
૨૦૨૪: ૧૦ વર્ષ સુધી સંચાલન કરવાનો કરાર થયો છે.
અમેરિકાએ પહેલા પણ અડચણ ઊભી કરી છે?
હા, ઘણી વખત. ૨૦૦૩ અને ૨૦૧૮ માં ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા હતા. જોકે, ચાબહારને અફઘાનિસ્તાન માટે જરૂરી ગણીને અમેરિકાએ ભારતને છૂટ આપી હતી. આ છૂટ એપ્રિલ ૨૦૨૬ સુધી માન્ય છે.
પોર્ટને કેમ છોડી શકે નહીં ભારત?
આ પોર્ટથી અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધી પહોંચ મળે છે. રશિયા અને યુરોપ સુધી માલ મોકલવામાં સમય અને ખર્ચ પણ ઓછો લાગે છે. તે ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનો મહત્વનો હિસ્સો પણ છે.

